1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 એપ્રિલ 2022 (15:07 IST)

Corona Virus Updates- આ 7 રાજ્યોમાં કોરોના ફરી બેકાબુ

એક વાર ફરી ભારત સહિત દુનિયામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હી, ગુરુગ્રામ અને મુંબઈમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સંજોગોમાં દેશમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ ઉભું થયું છે. દિલ્હી સહિત ગૌતમબુદ્ધ નગર, ગાઝિયાબાદ, ગુરુગ્રામ જેવા વગેરે શહેરોમાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન બાળકો વધારે ઝપટમાં આવી રહ્યા છે. 
 
ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 103 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 78,75,551 થઈ ગઈ છે. આ સિવાય રાજ્યમાં કોરોના વાયરસના કારણે પાંચ દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 1,47,826 થયો છે.