ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નોએડા: , મંગળવાર, 12 એપ્રિલ 2022 (10:16 IST)

Noida Corona: નોએડામાં કોવિડની ચોથી લહેર ! 13 સ્ટુડેંટ, 3 ટીચર સહિત 16 કોરોનાની ચપેટમાં

નોએડા(Noida News)માં પણ શાળા ખુલવાની સાથે જ કોરોના(Noida Corona)ના કેસ વધવાના સમાચાર છે. સોમવારે સેક્ટર-40ની ખેતાન પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 16 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હાલમાં સ્કૂલ મેનેજમેન્ટે સ્કૂલ બંધ કરી દીધી છે. જિલ્લા આરોગ્ય વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે.
 
છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની ગતિ ખૂબ જ ધીમી પડી હતી, પરંતુ હવે ફરી એકવાર નોઈડામાં સંક્રમણની ગતિ વધી રહી છે. તાજેતરનો કેસ નોઈડાના સેક્ટર-40 ખેતાન પબ્લિક સ્કૂલનો છે, જ્યાં સંક્રમણના 16 નવા કેસ નોંધાયા છે.
 
સીએમઓ કચેરીને પાઠવ્યો પત્ર 
કોરોનાના કેસો ઘટ્યા બાદ જ તમામ શાળાઓ ખોલવામાં આવી હતી. તમામ વર્ગના બાળકો અભ્યાસ માટે શાળાએ પહોંચી રહ્યા હતા, આવી સ્થિતિમાં ખેતાન પબ્લિક સ્કૂલમાં એકસાથે સંક્રમણના 16 કેસ સામે આવતાં ખતરાની ઘંટડી વાગી છે. શાળાએ મુખ્ય તબીબી અધિકારીની ઓફિસને એક પત્ર મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની શાળાના લગભગ 13 બાળકો અને 3 શિક્ષકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
 
તત્કાલ શાળા બંધ
શાળા તરફથી પત્ર મળ્યા બાદ આરોગ્ય વિભાગે પણ તપાસ શરૂ કરી છે. એક સાથે 16 સંક્રમણ એક નવો મમલો સામે આવ્યા બાદ શાળા પ્રશાસન દ્વારા તમામ વાલીઓને સર્કુલર રજુ કરીને કહ્યુ કે કેટલાક બાળકો અને શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે  તેથી એ દિવસ માટે શાળા બંધ કરવામાં આવી છે. હવે ખેતાન સ્કૂલના બાળકોનું શિક્ષણ હાલમાં ઓનલાઈન માધ્યમથી થશે.
 
 
છેલ્લા 10 દિવસમાં 100 થી વધુ દર્દીઓ મળી આવ્યા છે
છેલ્લા 10 દિવસમાં નોઈડામાં 100થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આવી સ્થિતિમાં, વહીવટીતંત્ર દ્વારા ફરી એકવાર કોરોના ચેપસંક્રમણની તપાસની પ્રક્રિયાને ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શાળાઓમાં બાળકોના ચેપને કારણે વાલીઓની ચિંતા વધી ગઈ છે.