બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (14:07 IST)

lemon- ચોરીની વિચિત્ર ઘટના- સોના ચાંદી નહી ચોર 60 કિલો લીંબૂ ચોરી ગયા

UPના શાહજહાંપુર જિલ્લામાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના વિશે સાંભળ્યું હશે. હકીકતમાં જોઈએ તો, અહીં એક વેપારીના ગોદામમાંથી ચોરી થઈ. ગઈ છે. ગોદામમાંથી રૂપિયા કે ઝવેરાત નહીં પણ શાકભાજીની ચોરી થઈ છે. શાકભાજીની ચોરી પણ એક દમ હોંશિયારીથી કરાઈ. ચોરોએ સૌથી પહેલા લીંબૂ પર હાથ સાફ કર્યો. 
 
હતો. એટલુ જ નહીં, ચોરોએ લીંબૂની સાથે સાથે લસણ, ડુંગળી અને વજન કરવાના કાંટા પર ચોરીને લઈ ગયા હતા. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે. મામલો જિલ્લાના તિલહરનો છે. અહીં લીંબૂ પર મોંઘવારીની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. બહાદુરગંજ વિસ્તારના નિવાસી વેપારી મનોજ કશ્યાપે જણાવ્યું હતું કે, મંડીમાં તેમની દુકાન આવેલી છે. દુકાનની સામે જ રાતે શાકભાજી રાખવા માટે એક ગોદામ બનાવી છે. મનોજે જણાવ્યું છે કે, રવિવાર સવારે આ મંડીમાં પહોંચ્યો તો, ગોદામનું તાળૂ તૂટેલું હતું.
 
શાકભાજી સહિત વજનના કાંટા પર ચોરી ગયા
બધો સામાન રસ્તા પર વેરવિખેર પડ્યો હતો. ચોરે તેમના ગોદામમાંથી 60 કિલો લીંબૂ, લગભગ 40 કિલો ડુંગળી, 38 કિલો લસણ તથા વજનના કાંટા ચોરીને લઈ ગયા હતા. વેપારી મનોજે જણાવ્યું કે, લીંબૂ છૂટક બજારમાં 200 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે મંડિમાં આ લીંબી 250થી લઈને 280 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. ચોરીની આ પ્રકારની ઘટનાથી એકઠા થયેલા વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.