1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 12 એપ્રિલ 2022 (11:40 IST)

દેવઘર રોપવે દુર્ઘટના - ટ્રોલીમાંથી હેલિકોપ્ટરમા જવા દરમિયાન ખીણમાં પડ્યો યુવક, મોત રેસ્ક્યુ ઓપરેશન રોકાયુ

દેવઘર રોપવે દુર્ઘટના
દેવઘર. દેવઘરના ત્રિકુટ પર્વત પર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સેનાના હેલિકોપ્ટરમાંથી એક યુવક લપસીને નીચે પડ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. ટ્રોલીમાંથી દોરડાની મદદથી યુવકને હેલિકોપ્ટરની અંદર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ હેલિકોપ્ટરની નજીક પહોંચ્યા બાદ યુવકનો હાથ છૂટી ગયો અને તે નીચે ખીણમાં પડી ગયો. જેના કારણે તેનું મોત થયું હતું. આ ઘટના બાદ બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. હવે આવતીકાલે સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. 3 ટ્રોલીમાં હજુ એક ડઝન લોકો ફસાયેલા છે.
 
ઉલ્લેખનીય છે કે ત્રિકુટ પર્વત પર છેલ્લા 24 કલાકથી બચાવ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 32 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હવામાં લટકતી 8 ટ્રોલીઓમાં કુલ 48 લોકો ફસાયા હતા. સેનાના હેલિકોપ્ટર દ્વારા તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ, ભારતીય સેના, ભારતીય વાયુસેના અને આઈટીબીપીના જવાનો બચાવ કામગીરીમાં સામેલ છે. રેસ્ક્યુ ઓપરેશનની સાથે ડ્રોન દ્વારા ટ્રોલીઓમાં ફસાયેલા લોકો સુધી ખોરાક અને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. લોકોને બચાવ્યા બાદ બહાર કાઢીને દેવઘર સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.