સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (17:10 IST)

Ghaziabad Fire : ગાઝિયાબાદના ઈંદિરાપુરમમાં ગૌશાળાની પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી, 49 ગાયોના મોત

ગાઝિયાબાદના ઈંદિરાપુરમના ગ્રામ કનાવની પુસ્તા રોડ ડૂબ વિસ્તાર સ્થિત ઝૂપડપટ્ટીમાં સોમવારે બપોરે ભયંકર આગ લાગી ગઈ. આગના કારણે પાસમાં જ સ્થિત ગૌશાળામાં અત્યાર સુધી આશરે 49  જેટલી ગાયોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ડઝનબંધ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.
 
આગના સમાચાર વાયુવેગે ફેલાતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણી ગાયો પણ દાઝી ગઈ હોવાના અહેવાલ છે. જો કે હજુ સુધી ગાયોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે. આગ એટલી જોરદાર હતી કે તેણે સમગ્ર વસાહતને જોતા જ લપેટમાં લીધી હતી. અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આગના કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
 
શ્રી કૃષ્ણ સેવા ગૌશાળા ટ્રસ્ટના ડાયરેક્ટર સૂરજના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે તેમની ગૌશાળામાં 100થી વધુ ગાયો હતી. જેના કારણે 49-50 જેટલી ગાયો આગમાં સળગીને મૃત્યુ પામી છે. આગ ઝૂંપડપટ્ટીમાં લાગી હતી. આ દુર્ઘટનામાં 30 થી વધુ ઝુંપડાઓ પણ બળીને રાખ થઈ ગઈ છે અને 3 સિલિન્ડર ફાટી ગયા છે.