સંબંધિત સમાચાર
- દેશભરમા આગામી 4 દિવસ રહેશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
- સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર આગામી 12 કલાકમાં જોવા મળશે, બિહાર-ઝારખંડ સહિત 15થી વધુ રાજ્યોમાં એલર્ટ
- ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, IMDએ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું
- ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની ચેતવણી, આ રાજ્યોમાં પણ ચોમાસું સક્રિય, જાણો IMDનું અપડેટ
- ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું પણ જનજીવનને હજુ પણ મુશ્કેલીમાં, હવામાન વિભાગની નવી આગાહી
વાવાઝોડા 'દાના' તબાહી મચાવશે! તેજ ઝડપે પવન ફૂંકાશે, પ્રવાસીઓને પુરી છોડવાની અપીલ, NDRF ટીમ એલર્ટ
Cyclone dana- વાવાઝોડા 'દાના' જેના કારણે ફરી એક વખત હવામાન બગડવાનું છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડશે. આ સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક આગાહી જારી કરીને કહ્યું કે વાવાઝોડા, જેને દાના નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડુ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. 24 ઓક્ટોબર સુધીમાં તે દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા છે. પુરી, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંહપુર અને કટકમાં 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગની ચેતવણી બાદ તરત જ ઓડિશા સરકારે પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે અપીલ કરી છે કે પર્યટકો વહેલી તકે પુરી છોડી દે. ચક્રવાતી વાવાઝોડાના આગમન સુધી યાત્રાધામની મુલાકાત ન લેવી.
ગુરુવારે લેન્ડફોલ કરશે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન દાના 24 ઓક્ટોબર (ગુરુવારે) લેન્ડફોલ કરશે. તોફાનની અસર ઓડિશાની સાથે સાથે પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળશે. વાવાઝોડાને કારણે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ પશ્ચિમ બંગાળમાં 14 ટીમો અને ઓડિશામાં 11 ટીમોને એલર્ટ મોડ પર મૂકી છે.
