દેશભરમા આગામી 4 દિવસ રહેશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain in gujarat- મંગળવારે ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય ભાગોમાં અવિરત વરસાદે સામાન્ય જીવનને ખોરવી નાખ્યું હતું, જેના કારણે ઘણા રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ ઘૂંટણિયે પાણીથી ભરાઈ ગયા હતા. જાહેર પરિવહન અને ટ્રાફિકને પણ અસર થઈ હતી. ઘણી બસ સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને દક્ષિણ રેલવેએ ચેન્નાઈ સેન્ટ્રલથી ચાલતી ચાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરી હતી.
15મી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે, તો બીજી તરફ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ખૂબ જ ઉંડા લો પ્રેશર સર્જાઈ રહ્યું છે.
જી પણ બે દિવસ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે અને તેના કારણે હવે રાજ્યમાં વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો થવાની શરૂઆત થઈ જશે.
ભારે વરસાદને કારણે બેંગલુરુમાં શાળા-કોલેજો બંધ છે
બેંગલુરુમાં સતત વરસાદને કારણે હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં સાવચેતીના પગલા તરીકે, બેંગલુરુ શહેરમાં તમામ આંગણવાડી કેન્દ્રો, ખાનગી/સહાયિત પ્રાથમિક શાળાઓ, ઉચ્ચ શાળાઓ અને કોલેજો બુધવારે બંધ રહેશે.