બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :લખનૌ , બુધવાર, 6 માર્ચ 2024 (10:52 IST)

UP News - લખનૌના કાકોરીમાં મોટી દુર્ઘટના, સિલેંડર ફાટવાથી 3 બાળકો સહિત 5ના મોત

યૂપીની રાજધાની લખનૌના કાકોરીમાં મોટી દુર્ઘટના થઈ . 2 સિલેંડરોમાં બ્લાસ્ટ થવાને કારણે 3 બાળકો સહિત 5 લોકોના મોત થઈ ગયા  અને 4 લોકો ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મામલો ગઈ રાત લગભગ 10.30 વાગ્યાનો છે. 
 
શુ છે આખો મામલો ?
રાત્રે લગભગ 10:30 વાગે હાતા હજરત સાહેબ કસ્બા કાકોરીમાં રહેનારા મુશીરના ઘરમાં શોર્ટ સર્કિટને કારણે 2 સિલેંડરોમાં બ્લાસ્ટ થઈ ગયો. જેમા કુલ 9 લોકો ઘાયલ થઈ ગયા. ઘાયલોની સારવાર માટે ટ્રામા સેંટરમાં લઈ જવામાં આવ્યા. અહી સારવાર દરમિયાન 5 લોકોના મોત થઈ ગયા અને 4 લોકો ઘાયલ છે. જેમની સારવાર ચાલી રહી છે. 
 
મૃતકો અને ઘાયલોના નામ 
આ દુર્ઘટનામાં 50 વર્ષના મુશીર, 45 વર્ષની હુસ્ન બાનો, 7 વર્ષની રઈયા, 4 વર્ષની ઉમા અને 2 વર્ષની હિનાનુ મોત થયુ છે. બીજી બાજુ 17 વર્ષની ઈશા, 21 વર્ષની લકબ, 34 વર્ષના અજમદ અને 18 વર્ષના અનમ ઘાયલ છે. સ્થાનીક પોલીસ બળ અને 3 ફાયર બિગ્રેડની ગાડીઓની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.