રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 5 નવેમ્બર 2018 (10:27 IST)

મુસ્લિમ મહિલાઓ નેલપોલીશ નથી લગાવી શકતી કારણ કે આ ઈસ્લામ વિરુદ્ધ - દારુલ ઉલૂમનો ફતવો

દારુલ ઉલૂમ દેવબંદ એ મહિલાઓને લઈને એકવાર ફરી ફતવો રજુ કર્યો છે. ફતવામાં મહિલાઓના નખ પર લગાવવામાં આવતી નેલ પોલિશને ગૈર ઈસ્લામિક બતાવી છે. દારૂલ ઉલૂમના મુફ્તી ઈશરાર મુજબ ફતવો એ મહિલાઓ માટે છે જે સજવા માટે નખ પર નેલપોલિશ લગાવે છે કે તેમને કોઈપણ રીતે રંગે છે. આ ઈસ્લામ વિરુદ્ધ છે. ઈસ્લામમાં મહિલાઓના નખ પર ફક્ત મહેંદી લગાવવાની વાત કરવામાં આવી છે. મહિલાઓ નેલ પોલિશ નથી લગાવી શકતી. 
 
કેમ રજુ કર્યો ફતવો - મુજફ્ફરનગર જીલ્લાના ગામ તેવડા નિવાસી મોહમ્મદ તુફેલે દારુલ ઉલૂમ દેવબંદને પૂછ્યુ હતુ કે શુ સ્ત્રીઓ લગ્નમાં જતી વખતે ફક્ત શોખ પૂરતી નેલ પોલિશ લગાવી શકે છે. શુ સ્ત્રી કે પુરૂષ દ્વારા નખ વધારવા યોગ્ય છે. આ સંબંધમાં તુફેલે ઉલૂમના ઈફ્તા વિભાગને લેખિત પત્ર લખીને માહિતી માંગી હતી. 
 
અગાઉ પણ દારૂલ ઉલૂમ મુસ્લિમ મહિલાઓ માટે નવો ફતવો જાહેર કરી ચૂક્યા છે. હાલમાં મુસ્લિમ મહિલાઓને આઇબ્રાને લઇને પણ એક ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મુસ્લિમ મહિલાઓને આઈબ્રો બનાવવો અને વાળ કપાવવા ગેરકાયદેસર ઇસ્લામિક કહેવામાં આવ્યું હતું. તેના સિવાય સોશિયલ મીડિયા ઉપર મહિલાઓને ફોટો અપલોડ કરવો પણ ગેરકાયદેસર ઇસ્લામિક ગણાવ્યું હતું.
 
અગાઉ દારૂલ ઉલૂમ દેવબંધે મુસ્લિમ મહિલાઓને બજારોમાં જઇને બીજા પુરુષોના હાથે બંગડીઓ પહેરવી ખોટી કહી હતી. મહિલાઓને બંગડીઓ પહેરાવવા પર દેવબંધના જ એક વ્યક્તિએ દારૂલ ઉલૂમની ઇફ્તા વિભાગ પાસેથી લેખિતમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે, અમારે ત્યાં સામાન્ય રીતે બંગડીઓ વેચવાનું અને પહેરાવવાનું કામ પુરુષો કરે છે. સ્ત્રીઓને બંગડીઓ પહેરવા માટે ઘરની બહાર નીકળવું પડે છે અને પોતાના હાથ બીજા કોઇ પુરુષના હાથમાં આપવા પડે છે. શું આ રીતે ઘરની બહાર નીકળીને અથવા તો ઘરમાં રહીને સ્ત્રીઓએ બીજા પુરુષો પાસેથી બંગડીઓ પહેરવી યોગ્ય છે?
 
આ સવાલના જવાબમાં દારૂલ ઉલૂમ દેવબંધના મુફ્તિઓએ કહ્યું હતું કે, બીજા ધર્મના પુરુષોએ અન્ય મહિલાઓને બંગડીઓ પહેરાવવી ગુનો છે, જેની સાથે લોહીનો સંબંધ ન હોય. એવા પુરુષોના હાથે બંગડીઓ પહેરવા માટે મહિલાઓએ ઘરની બહાર નિકળવાની પણ મનાઇ છે. ફતવામાં તેને ગુનો બતાવવામાં આવી રહ્યો છે.