1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (13:10 IST)

દિલ્હી-જયપુર વચ્ચે બનશે દેશનો પહેલો ઈલેક્ટ્રિક હાઈવે, 2 કલાકમાં પુરી થશે યાત્રા - નિતિન ગડકરી

હવે જયપુરથી દિલ્હીનુ અંતર ખૂબ જ ઓછા સમયમાં પુરુ કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ એલાન કર્યુ છે કે ભારતનુ પ્રથમ ઈલેક્ટ્રિક હાઈવે દિલ્હી અને જયપુર વચ્ચે જલ્દી બનાવવાના પ્રયાસ કરવામાં આવશે. ગડકરી મુજબ મંત્રાલય આ બંને શહેરો વચ્ચે હાઈવે નિર્માણ માટે એક વિદેશી કંપની સાથે ચર્ચા કરી રહી છે. આ હાઈવેના નિર્માણ પછી બંને શહેરો વચ્ચેનુ અંતર ઓછા  સમયમાં પુરુ કરી લેવાશે. 

7 એક્સપ્રેસ વે પર કામ શરૂ થયું
 
ગડકરીએ હાઇવે સેક્ટરમાં વિદેશી રોકાણ માટે વિનંતી કરી છે અને અગાઉ ઇયુને દેશમાં ઇલેક્ટ્રિક હાઇવે બનાવવા માટે બોલાવ્યા હતા. ગડકરીએ કહ્યું કે 22 ગ્રીન એક્સપ્રેસ વે પર કામ ચાલી રહ્યું છે અને તેમાંથી સાત એક્સપ્રેસ વે પર પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
 
જયપુરથી બે કલાકમાં દિલ્હી પહોંચી શકશે
તે જ સમયે, અગાઉ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની પ્રગતિ વિશે જણાવ્યું હતું, જે બે શહેરો વચ્ચેના માર્ગ દ્વારા લેવામાં આવતો સમય લગભગ 24 કલાક ઘટાડી શકે છે. ગડકરીએ દાવો કર્યો છે કે નવા હાઈવેના નિર્માણ બાદ જયપુર અને દિલ્હી વચ્ચેનું અંતર માત્ર બે કલાકમાં પૂરું થઈ જશે.