મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (10:53 IST)

Delhi Violence LIVE: સતત વધી રહ્યો છે મોતનો આંકડો, અત્યાર સુધી 32 લોકોએ જીવ ગુમાવ્યો

ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલ હિંસામાં મોતનો આંકડો થંભવાનુ નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી કુલ 32 લોકોના મોત થઈ ચુક્યા છે. તેમા 30 લોકોના મોત પૂર્વી દિલ્હીના ગુરૂ તેગ બહાદુર હોસ્પિટલમાં જ થયા છે. જ્યારે કે બે લોકોના જીવ  LNJP હોસ્પિટલમાં થયા. અગ્નિશમન વિભાગના અધિકારી અતુલ ગર્ગ ના મુજબ અધિકારી વિવિધ વિસ્તારમાં રહીને નજર રાખી રહ્યા છે. 100 દમકલ કર્મચારી રસ્તા પર ઉતર્યા છે. વિભાગને રાત્રે 12 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ફોન કૉલ આવી. 
 
અનેક સ્થાન પર પરિસ્થિતિ સામાન્ય, કામકાજ માટે નીકળ્યા લોકો 
 
ઉત્તર પૂવી દિલ્હીના મોટાભાગના વિસ્તારમાં સોમવારે શરૂ થઈ રહેલ હિંસક પ્રદર્શનના ચોથા દિવસમાં પ્રવેશ કરી ગયુ છે. ગુરૂવારે સવારે અનેક વિસ્તારોમાં લોકો ઘરમાંથી નીકળીને રોજની જેમ કામકાજ માટે ઓફિસ પહોંચ્યા. બીજી બાજુ બુધવારે રાત્રે ઉત્તર પૂર્વી દિલ્હીના ત્રણ વિસ્તારમાં બુધવારે રાત્રે પણ આગચંપી અને તોડફોડની ઘટના બની છે. આ દરમિયાન મૃતકોની સંખ્યા 32 પર પહોંચી ગઈ છે. 
 
દિલ્હીમાં સોમવારે શરૂ થયેલ હિંસા હજુ સુધી થંભી નથી. બુધવારે સવારે છુટીછવાઈ ઘટનાઓ પછી આખો દિવસ શાંતિ રહી. પણ મોડી સાંજે અંધારુ થતા થતા અનેક વિસ્તારોમાં તોફાની તત્વોની હિમંત વધતી જોવા મળી. મોડી રાત્રે બ્રહ્મપુરી, નૂર-એ-ઈલાહી અને ઉસ્માનપુરના ત્રીજા પુસ્તા વિસ્તારમાં તોફાની તત્વોએ આગચંપી અને તોડફોડ કરી છે. બીજી બાજુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના મેદાનમાં ઉતરવા ને તોફાની તત્વોને જોતા જ ગોળી મારવાના આદેશની અસર જોવા મળવા લાગી છે. બુધવારે આખો દિવસ કોઈ મોટી હિંસા થઈ નથી. જો કે અત્યાર સુધી 32  લોકોના મોત થઈ ચુક્યા છે.