1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (16:08 IST)

હાઈવે પર કરંટ લાગતા મોત નિપજ્યું

અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર ચોટીલા ગામ નજીક વીજ વાયરને અડકી જતા બે લોકોના મોત નીપજ્યા છે.
 
રાજસ્થાનથી ટ્રક લઈને રાજકોટ તરફ જતા વરસાદી વાતાવરણ હોવાના કારણે ટ્રકમાં ભરેલો માલ બગડે નહીં તે માટે ટ્રક ઉપર દોરડા બાંધતા હતા અને કવર ઢાંકતા હતા તે દરમિયાન ટ્રક નજીક આવેલા ઇલેક્ટ્રિક લટકતા તાર ને ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર અટકી જતા બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે
 
પ્રાથમિક તપાસ કરવામાં આવતા બંને મૃતકો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બંનેની ડેડબોડીને પીએમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે.