ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (13:26 IST)

રસ્તા પરથી જઈ રહી હતી 3 વર્ષની માસુમ, ત્યારે જ અચાનક ઉપરથી પડ્યો પાલતૂ કૂતરો, થયુ મોત

blur dog image
blur dog image

The dog fell on the girl
 
ઠાણેના મુંબ્રામાં એક પાંચ માળની બિલ્ડિંગ પરથી અચાનક એક પાલતૂ કુતરો સીધો રસ્તા પર પોતાની મા સાથે જઈ રહેલી ત્રણ વર્ષની બાળકી પર પડ્યો. અચાનક કૂતરો પડવાને કારણે બાળકી ગંભીર રૂપથી ઘાયલ થઈ ગઈ. ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યા સારવાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ.
 
 મોત.. એક એવી વસ્તુ છે જેના વિશે કોઈ કશુ બતાવી શકતુ નથી.. ક્યારે ક્યા અને કેવી રીતે કોઈ આ દુનિયાને અલવિદા કહી જશે એ કહી શકાતુ નથી. કદાચ તેથી અનેકવાર કેટલીક એવી ઘટનાઓ સામે આવે છે જે દિલના અનેક ટુકડા કરી નાખે છે. એક આવી જ કાળજુ કંપાવનારી ઘટનાનો વીડિયો મહારાષ્ટ્રન ઠાણેથી સામે આવ્યો છે જેમા એક માસૂમનો જીવ જતો રહ્યો. 
 
ઠાણેના મુંબ્રામાં એક પાંચ માળની બિલ્ડિંગ પરથી અચાનક એક પાલતૂ કૂતરો સીધો રસ્તા પર પોતાની મા સાથે જઈ રહેલ ત્રણ વર્ષની બાળકી પર જઈ પડ્યો. અચાનક કૂતરો માથા પર પડવાને કારણે બાળકી ગંભીર રૂપથી ઘાયલ થઈ ગઈ. ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યા સારવાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ. 

સીધો બાળકી પર પડ્યો શ્વાન 
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યસ્ત માર્ગ પર લોકોની અવર-જવર થઈ રહી છે. આ દરમિયાન અચાનક એક પાંચ માળની બિલ્ડિંગ પરથી એક પાલતૂ કૂતરો સીધો એક ત્રણ વર્ષની બાળકી પર પડે છે. કૂતરો અચાનક પડવાથી બાળકી બેહોશ થઈ જાય છે અને તેની માતા તેને ખોળામાં ઉઠાવીને હોસ્પિટલમાં લઈ જવા માટે દોડી જાય છે.