શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑક્ટોબર 2017 (12:58 IST)

ચિદમ્બરમે કહ્યું મોદી બધી જાહેરાતો કરી લે પછી થશે ગુજરાત ચૂટણીની જાહેરાત

ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાતમાં મોડું થવાના લઇને કૉંગ્રેસના નેતા અને પૂર્વ નાણાંમત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર અને ચૂંટણી પંચ પર જોરદાર પ્રહારો કર્યાં છે. પી.ચિદમ્બરમે ટ્વીટ કરીને ટોણો માર્યો કે ચૂંટણી પંચ રજા પર છે અને જ્યારે ગુજરાત સરકાર તમામ પ્રકારની જાહેરાતો કરી લેશે ત્યારે આ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.
 
ટ્વિટર પણ લખ્યું કે ચૂંટણી પંચ એ પીએમ મોદીને અંતિમ રેલીમાં ગુજરાતી ચૂંટણી તારીખ જાહેર કર્વનાઈ સત્તા આપી છે.ચૂંટણી પંચે 12 ઓકટોમ્બરના જાહેરાત કરી હતી કે હિમાચલ પ્રદેશમાં નવ નવેમ્બરના ચૂંટણી યોજાશે અને ગુજરાતની ચૂંટણીની તારીખ પછી જાહેર કરીશુ અને હાબે પંચ દ્વારા ગુજરાતની ચૂંટણી 18 ડિસેમ્બર પહેલા થઈ જશે તેવી જાહેરાત કરાઈ છે