ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (08:25 IST)

Manohar Joshi - મહારાષ્ટ્રનાં પૂર્વ સીએમ નેતા મનોહર જોશીનું નિધન

manohar joshi death
-પૂર્વ સીએમ  નેતા મનોહર જોશીનું નિધન
-86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
-. 21 ફેબ્રુઆરીના રોજ હાર્ટ એટેક
 
manohar joshi death- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે.  86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
 
શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે શુક્રવારે સવારે 3.02 કલાકે 86 વર્ષની વયે હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 21 ફેબ્રુઆરીના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ 86 વર્ષના હતા. એક દિવસ પહેલા જ તેમને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હતી. વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મનોહર જોશીના પુત્ર ઉમેશે જણાવ્યું કે જોશીના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તે પહેલા તેમના પાર્થિવ દેહને માટુંગા સ્થિત તેમના ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

Edited By-Monica sahu