મંગળવાર, 23 જુલાઈ 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 18 જૂન 2024 (16:54 IST)

ગેગસ્ટર લોરેંસનો વીડિયો કોલ વાયરલ, પાકિસ્તાની ડૉન ભટ્ટીને આપી રહ્યો છે ઈદની શુભેચ્છા

લોરેંસ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઈંડ કુખ્યાત ગેંગસ્ટર લોરેંસનો 17 સેકંડનો વીડિયો કોલ વાયરલ થયો છે.  જેમા તે પાકિસ્તાનના કુખ્યાત ડૉન શહજાદ ભટ્ટી સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. લોરેન્સ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 16 જૂનનો છે.

 
લોરેન્સ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને તિહારથી અહીં શિફ્ટ કરવામાં આવ્યો હતો. સાબરમતી સેન્ટ્રલ જેલના ડીવાયએસપી પરેશ સોલંકીએ કહ્યું કે મને નથી લાગતું કે આ વીડિયો અમારી જેલનો છે. આ વીડિયો કોલ સામે આવ્યા બાદ એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
 
માફિયા શહેઝાદ ભાટીનું પાકિસ્તાનમાં હત્યા, જમીન વિવાદ, હથિયારોની દાણચોરી સહિત અનેક ગંભીર કેસોમાં નામ છે.
 
વીડિયો કોલમાં કહ્યુ કાલે આપીશ શુભેચ્છા 
આ વીડિયો કોલમાં લોરેંસ ભટ્ટીને ઈદ મુબારક કહે છે. જેના પર ભટ્ટીએ કહ્યુ આજે નથી દુબઈ વગેરે સ્થાન પર આજે થઈ ગઈ છે. પાકિસ્તાનમાં કાલે થશે.  જેના પર લોરેંસે પુછ્યુ કે પાકિસ્તાનમાં આજે નથી. જેના પર ભટ્ટીએ જવાબ અપયો નહી નહી આજે નથી. બીજી કંટ્રીઝમાં આજે થઈ ગઈ છે પણ પાકિસ્તાનમાં કાલે થશે.  જેના પર લોરેંસે કહ્યુ કે કાલે ફોન કરીને શુભેચ્છા આપીશ 
 
સિગ્નલ એપથી કરવામાં આવેલ વિડીયો કોલ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વીડિયો કોલ સિગ્નલ એપ દ્વારા કરવામાં આવ્યો હતો. કોલિંગને ટ્રેસ કરવું સરળ નથી. સુરક્ષા એજન્સીઓને એવી પણ શંકા છે કે લોરેન્સ જેલમાં બેસીને આ સિગ્નલ એપ દ્વારા પોતાની આખી ગેંગ ચલાવી રહ્યો છે.