ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (11:36 IST)

અલવિદા જનરલ: અંતિમ વિદાય, દીકરીઓએ CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી

Photo ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાલમ એરબેઝ પર લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સ્વર્ગસ્થ CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. એરબેઝ પર પહોંચેલા પીએમ મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનોને મળ્યા અને સંવેદના વ્યક્ત કરી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ત્યાં હાજર હતા. પીએમ મોદીના આગમન પહેલા રાજનાથ સિંહ શહીદોના પરિવારોને મળતા અને સંવેદના વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય સેનાના જવાનો બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા.
આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સીડીએસ રાવત તેમની પત્ની અને અન્ય લોકો સાથે નીલગિરિ જિલ્લાના સુલુરથી વેલિંગ્ટન માટે હેલિકોપ્ટર ફ્લાઇટમાં હતા. પરંતુ લેન્ડિંગની થોડી મિનિટો પહેલા જ સીડીએસ રાવતનું હેલિકોપ્ટર નીલગીરીના ગાઢ જંગલમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી.
 
CDS General Bipin Rawat Last Rites Live: સીડીએસ બિપિન રાવતનો આજે લગભગ ચાર વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની અને તેમની પત્નીનુ પાર્થિવ શરીર તેમના ઘરે લાવવામાં આવ્યુ છે. 
સીડીએસ રાવતનો મૃતદેહ વતન લાવવામાં આવ્યો
CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવ્યા છે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.