મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: લુધિયાણા. , શનિવાર, 20 એપ્રિલ 2024 (18:21 IST)

ચોકલેટ ખાવાથી બાળકીનુ મોત

પંજાબમાં ચોકલેટ ખાવાથી દોઢ વર્ષની બાળકીના મોતનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોકલેટ ખાધા બાદ તેને લોહીની ઉલ્ટી થવા લાગી હતી.  બાળકી લુધિયાણા(Ludhiana) ની રહેવાસી છે. તેના માટે ચોકલેટ તે જ પટિયાલા શહેરમાંથી ખરીદી હતી જ્યાં થોડા દિવસો પહેલા કેક ખાધા બાદ બાળકીનું તેના જન્મદિવસે મોત થયુ  હતુ. 
 
ફરિયાદ મળતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ જે દુકાનેથી ચોકલેટ ખરીદવામાં આવી હતી ત્યાં પહોંચી હતી. દુકાનમાં મુકેલી ચોકલેટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. રોષે ભરાયેલા પરિવારજનોએ દુકાનને સીલ કરવાની માંગ કરી છે.
 
યુવતીના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમના કેટલાક સંબંધીઓ લુધિયાણામાં રહે છે. થોડા દિવસ પહેલા તેઓ   તેમને મળવા પટિયાલા આવ્યા હતા. તેણે અહીં એક કરિયાણાની દુકાનમાંથી ચોકલેટ્સ ખરીદી હતી. ઘરે આવતાની સાથે જ તેમને બાળકીને ચોકલેટ  ખાવા માટે આપી.  તેણે ચોકલેટ ખાધી કે તરત જ તેને લોહીની ઉલ્ટી થવા માંડી. 
 
ઘરના લોકો તરત જ બંને બાળકી ઓને હોસ્પિટલ લઈ ગયા. ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું કે ખરાબ ચોકલેટ ખાવાથી બાળકીઓની તબિયત બગડી હતી. જ્યારે પરિવારના સભ્યોએ તે ચોકલેટનું રેપર જોયું તો ખબર પડી કે તે એક્સપાયર થઈ ગઈ છે. ત્યારબાદ  તેમણે આ અંગે આરોગ્ય વિભાગને ફરિયાદ કરી. આરોગ્ય વિભાગની ટીમ પટિયાલાની દુકાન પર પહોંચી જ્યાંથી ચોકલેટ ખરીદવામાં આવી હતી. આરોગ્ય વિભાગે દુકાનમાં મુકેલી તમામ ચોકલેટના સેમ્પલ લીધા હતા. તેઓને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.