શુક્રવાર, 29 ઑગસ્ટ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By

શ્રીનગરના રવિવારી બજારમાં ગ્રેનેડ હુમલો, 10 લોકો ઘાયલ, ગઈકાલે પણ આતંકવાદીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર થયું હતું

Grenade attack in Srinagar's Sunday market
Srinagar  sunday market- જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં રવિવારે ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલો મુખ્ય શ્રીનગરમાં TRC ઓફિસ પાસે રવિવાર બજારમાં થયો હતો. રવિવારના બજારમાં ભીડ વિસ્ફોટથી પ્રભાવિત થઈ હતી, જેમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
 
એક દિવસ પહેલા જ ખાનયારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો.

 
પીટીઆઈના જણાવ્યા પ્રમાણે આ હુમલા ભારે સુરક્ષા ધરાવતા ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર(ટીઆરસી) પાસે થયો. આ હુમલો ત્યારે થયો જ્યારે એક દિવસ પહેલાં જ ભારતીય સુરક્ષાદળોએ શ્રીનગર ડાઉનટાઉન ખનયાર વિસ્તારમાં 'લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી'ને મારી નાખ્યો હતો.
 
આતંકવાદી પ્રવૃત્તિનો સતત બીજો દિવસ
ટોચના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રેડિયો કાશ્મીર ક્રોસિંગ પાસેના ફ્લાયઓવર પરથી ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો, જે વ્યસ્ત રવિવારના બજારમાં દુકાનદારોની ભીડને અથડાયો હતો. ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા 10 લોકોના નામ મિસ્બા, અઝાન કાલુ, હબીબુલ્લા રાધર, અલ્તાફ અહેમદ સીર, ફૈઝલ અહેમદ, ઉર ફારૂક, ફૈઝાન મુશ્તાક, ઝાહિદ, ગુલામ મોહમ્મદ સોફી અને સુમૈયા જાન છે. જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સતત બીજા દિવસે આતંકવાદી ગતિવિધિ જોવા મળી હતી.