ગુજરાત વિધાનસભાની ચૂંટણી અત્યાર સુધીના ચૂંટણીથી અલગ દેખાય રહી છે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ રણ ગુજરાત માટે જ નહી પણ દેશની રાજનીતિ માટે એક લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યો છે. દેશના રાજકારણમાં ગુજરાત મૉડલને આદર્શ રૂપમાં સ્થાપિત કરનારા નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા અહી દાવ પર લાગી છે.. એ જ કારણ છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજેપીના રાજકારણની શતરંજની બાજી જાતે જ નક્કી કરી રહ્યા છે.
ગુજરાત પીએમ નરેન્દ્ર મોદીનુ ગૃહ રાજ્ય છે. મોદી 13 વર્ષ સુધી ગુજરાતની સત્તાના સિંહાસન પર CMના રૂપમાં વિરાજમાન રહ્યા છે. એ જ કારણ છે કે ચૂંટણી પરિણામ સીધી રીતે તેમના રાજકારણીય કદની અગ્નિ પરિક્ષા હશે.. આ ચૂંટણી જીએસટી અને નોબંધી પર પણ મોદી સરકારની સૌથી મોટી અગ્નિપરિક્ષા છે. આવામાં મોદી ગુજરાતના રણમાં છઠ્ઠીવાર જીત અપાવે છે અને તેમની સરકારનો હોંસલો બુલંદ થશે. બીજેપી ગુજરાતના રાજકારણીય યુદ્ધમાં વિજય કરાવે ચ હે તો નરેન્દ્ર મોદીને આ 7 રાજનીતિક ફાયદા થશે.
બ્રાંડ મોદીમાં વધશે વિશ્વાસ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી છે પણ રાજ્ય વિધાનસબહના રાજકારણીય રણમાં બીજેપીનો ચેહરો નરેન્દ્ર મોદી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં બીજેપી વિરુદ્ધ પાટીદાર, દલિત સહિત ખેડૂત અને વેપારી રસ્તા પર ઉતરીને પોતાની નારાજગી જાહેર કરી ચુક્યા છે. તેનાથી બીજેપી બૈકફુટ પર જોવા મળી રહી હતી અને વિપક્ષ આ મુદ્દાને લઈને ઉતર્યુ છે. બીજેપી નરેન્દ્ર મોદીના ચેહરાના સહારે જીતની આશા લગાવી બેસ્યુ છે. આવામાં રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામને બીજેપીના પક્ષમાં આવે છે તો તેનાથી બ્રાંડ મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ હજુ વધશે.
2019 નો રસ્તો થશે આસાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામની અસર 2019ના લોકસભા ચૂંટણી પર પણ પડશે. બીજેપી-કોંગ્રેસ બંને પાર્ટીઓ ગુજરાતના રસ્તે 2019 લોકસભા ચૂંટણીને સાધવાની કોશિશ કરી રહી છે. આવામાં નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજેપીને સારા માર્જીનથી જીતાડવામાં સફળ રહ્યા તો 2019માં તેમનો રસ્તો સહેલો બનશે.
વિપક્ષ વિખારાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીતથી વિપક્ષને કરારો ઝટકો લાગશે. ગુજરાતની હારથી કોંગ્રેસ જ નહી પણ બીજેપી વિરોધી દળ વચ્ચે હતાશા ઉભી થશે. એટલુ જ નહી ગુજરાતમાં હારથી વિપક્ષી દળોની એકજુટતા વિખરાશે. ગુજરાતમાં કોંગ્રેસની હારથી તેના અનેક સહયોગી દળ તેનો સાથે છોડી પણ શકે છે. તેનાથી જ્યા એકબાજુ કોંગ્રેસ કમજોર થશે તો બીજી બાજુ બીજેપી મજબૂત થશે.
2018ની વિધાનસભા ચૂંટણીઓ પર અસર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામની અસર આવતા વર્ષે થનારા રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં પડશે. આવતા વર્ષે અનેક મુખ્ય રાજ્યોમાં ચૂંટણી થવાની છે. તેમા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને કર્ણાટક તેમજ ઓડિશા જેવા રાજ્યનો સમાવેશ છે. બીજેપી ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતના પરિણામોને આ રાજ્યોના ચૂંટણીમાં બીજેપી માટે ફાયદો અપાવશે.
BJPમાં મોદી-શાહનુ વર્ચસ્વ વધશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને જીત મળે છે તો પાર્ટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનુ રાજનીતિક વર્ચસ્વ વધહ્સે. મોદી શાહ વિરુદ્ધ પાર્ટીમાં કોઈપણ પગલા પર પાર્ટીના નેતા સવાલ કરતા બચશે. જો કે વર્તમાન સમયમાં પણ પાર્ટીમાં મોદી શાહનુ વર્ચસ્વ કાયમ છે.. પણ ગુજરાતની જીત વધુ તાકત આપશે.
ગુજરાત મોડલના આલોચકોને કરારો જવાબ
ગુજરત વિકાસ મોડલ પર સતત સવાલ વિપક્ષી દળ ઉઠાવી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બિગુલ વાગતા પહેલા જ કોંગ્રેસ વિકાસ પાગલ થઈ ગયો છે નુ સ્લોગન આપ્યુ હતુ. જે સીધે સીધો ગુજરાતના વિકાસ મૉડલ પર હુમલો હતો. એટલુ જ નહી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બીજેપીને ઘેરવા માટે ગુજરાત વિકાસ મૉડલ પર સવાલ ઉભા કરી રહ્યુ છે. આ બધા વચ્ચે ગુજરાતમાં બીજેપી જીતે છે તો વિકાસ મૉડલ પર સવાલ ઉઠાવનારાઓ માટે આ કરારો જવાબ હશે.
આર્થિક સુધારાની તરફ પગલા વધશે
ગુજરાતને આર્થિક પ્રદેશ પણ માનવામાં આવે છે. નોટબંધી અને જીએસટી જેવા મોટા પગલા નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યા છે. જીએસટી વિરુદ્ધ ગુજરાતના વેપારીઓએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યુ હતુ. આ ઉપરાંત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકારને ઘેરવા માટે જીએસટી મુદ્દો પણ બનાવ્યો છે. તેમ છતા બીજેપીને ગુજરાતના રાજકારણીય રણ નરેન્દ્ર મોદી જીતવામાં સફળ થઈ જાય છે તો આર્થિક સુધારાની દિશામાં સરકાર વધુ કડક પગલા ઉઠાવશે.