1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 10 મે 2025 (10:29 IST)

Gujarat Border Live Updates Day 3 - ભુજ જડબેસલાક બંધ, ભુજમાં એકપણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચના

- ભુજમાં ઘરની બહાર ન નીકળવા આદેશ કરાયો છે. સાથે જ નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા સૂચના અપાઈ છે. આજે (10 મે, 2025) સવારના 5 વાગ્યાને 5 મિનિટે ઘડાકાનો અવાજ સંભળાયા હોવાનો લખપતના લોકોએ દાવો કર્યો છે. હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે.



- -ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતી જોતા જામનગરમાં 4:30 થી 5:30 દરમિયાન એક કલાકનું બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. કોઈ ચિંતાજનક સ્થિતિ ન જણાતાં બ્લેકઆઉટ હટાવી દેવાયું હતું.
 
- કંડલાથી 15 કિમી દૂર પૂર્વ કચ્છના આદિપુરમાં એસઓજી ઓફિસની બાજુમાં SRCના ખાલી પ્લોટમાં ડ્રોન તૂટી પડતા લોકોની ભીડ ઉમટી છે. પોલીસે ભીડને ખદેડી છે.
 
- શુક્રવારે રાત્રે સમગ્ર કચ્છમાં બ્લેક આઉટ થયા બાદ ફરી પાકિસ્તાની ડ્રોન સરહદ પર નજરે પડ્યા હતાં. જેમાં સૌપ્રથમ રાત્રે લખપતના દરિયા કિનારે ત્રણ ડ્રોન ભારતીય જમીન તરફ આવતા નજરે પડ્યા છે.
 
- પશ્ચિમ સરહદે ભારતીય એરફોર્સ હાઇએલર્ટ પર, નાગરિકોને ઘરમાં જ રહેવાની તાકીદ કરાઈ
 
- શનિવારે કાશ્મીરના બારામુલ્લાથી ગુજરાતમાં ભૂજ સુધીના 26 વિવિધ સ્થળે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા.