1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 9 મે 2025 (16:52 IST)

Gujarat Border Live Updates - ભારત-પાક તણાવ, ગુજરાતના 18 જિલ્લાઓ એલર્ટ પર, CM સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરશે બેઠક

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે, ગુજરાતમાં 18 જિલ્લામાં સુરતને પણ એલર્ટ કરાયું છે. સુરતના હજીરા દરિયા કિનારે પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત છે. હજીરા વિસ્તારની તમામ મોટી ઈન્ડીસ્ટ્રીઝ કંપીનીઓ એલર્ટ કરાઇ છે. હજીરા રોડ પર પોલીસે તમામ ગાડીઓનું ચેકિંગ શરૂ કર્યું છે. સુરતની તમામ પોલીસની ટીમને એલર્ટ રહેવા આદેશ કરાયો છે
 
- પાકિસ્તાન તરફથી ગુજરાતના સરહદી વિસ્તારમાં હુમલો થવાની પૂરી શક્યતા હોવાથી રાજ્યના 18 જિલ્લાઓ હાઈએલર્ટ પર છે. જ્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. જો કે સવારમાં ફરી લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી હતી.
 
- જામનગરમાં પણ ઉચ્ચ અધિકારીઓ હાલની તણાવભરી પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.. જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે તેવું જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું.

- કચ્છ પર પાકિસ્તાનનો ડ્રોન હુમલો, ભારતે એર ડિફેન્સ મિસાઈલથી ડ્રોન તોડી પાડ્યું,  કચ્છ, પાટણ, બનાસકાંઠા બોર્ડર પર હાઇએલર્ટ
- હોસ્પિટલોને દવાઓનો સ્ટોક રાખવા તથા બ્લડનો પુરવઠો મળે એવી વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ
- તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે સશસ્ત્ર દળોનું સંકલન, ડરવાની જરૂર નથી: સરકારના સૂત્ર


04:51 PM, 9th May

04:40 PM, 9th May
-રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ 1,618 બેડ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને PMSSY(પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના) બિલ્ડિંગમાં ICU અને વેન્ટિલેટર સાથેના 20 બેડનો એક વૉર્ડ રિઝર્વ રાખવામાં આવેલો છે. ભવિષ્યમાં દર્દીઓ વધુ આવશે અને જરૂરિયાત પડશે તો વધુ બેડ પણ રિઝર્વ રાખવામાં આવશ

-  - ભુજમાં વધારાની 30 એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ છે. ઇમર્જનસીની પરિસ્થિતીને પહોંચી વળવા એમ્બ્યુલન્સ તાલુકા મથક પર સ્ટેન્ડબાય રખાશે.

04:01 PM, 9th May

- સોમનાથ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં જ્યોતિર્લિંગ સોમનાથ, શક્તિપીઠ અંબાજી અને દ્વારકા મંદિર જેવા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
- કચ્છમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે 500 થી વધુ માછીમારોને પાછા બોલાવવામાં આવ્યા છે. કચ્છના સરહદી વિસ્તારોમાં નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારોમાં માછીમારોની તમામ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી આગામી આદેશો સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

03:45 PM, 9th May
ભૂજ એરપોર્ટનો કબજો સેનાએ લીધો, સોમનાથ-દ્વારકા મંદિર સહિત તમામ બંદરોની સુરક્ષા વધારી દેવામાં આવી
 
૮ મેના રોજ સતત બીજા દિવસે પાકિસ્તાને ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો. કચ્છ સરહદ પર ડ્રોન હુમલાનો પ્રયાસ કરતી વખતે ત્રણ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. ગુજરાતના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી હુમલાની શક્યતાને કારણે રાજ્યના 18 જિલ્લાઓ હાઇ એલર્ટ પર છે. ભુજ એરપોર્ટ સેના દ્વારા કબજે કરવામાં આવ્યું છે.

03:44 PM, 9th May
હર્ષ સંઘવીની જાહેરાત, 15 મે સુધી રાજ્યમાં કોઈપણ કાર્યક્રમમાં ડ્રોનથી ફટાકડા ફોડશે, ફૂંકવાની મંજૂરી નહીં
 
૧૫ મે સુધી રાજ્યમાં કોઈપણ કાર્યક્રમ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવાની મંજૂરી નથી.


01:31 PM, 9th May
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન હાલની ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની પરિસ્થિતિ પર વાતચીત કરી હતી.

 

01:15 PM, 9th May
મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાઓની પરિસ્થિતિ અને રાજ્યના અન્ય જિલ્લાઓની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અને તકેદારી અંગે ચર્ચા થઈ. જેમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર અને એસપી સાથે સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં અન્ય જિલ્લાઓના રાજ્ય કલેક્ટર એસપી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.

આ સમય દરમિયાન નાગરિકોને ખોટી માહિતી અને અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી હતી. લોકોમાં ખોટો ભય ન ફેલાય અને લોકો અફવાઓથી ગેરમાર્ગે ન જાય તે માટે જનજાગૃતિ અભિયાન. શરૂ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.


10:26 AM, 9th May
લોકોને ઘરમાં સુરક્ષિત રહેવાની સલાહ, સેના તંત્ર સતર્ક
 
કેન્દ્રના આદેશ બાદ, નલિયા અને નખત્રાણા સહિત સમગ્ર કચ્છમાં અંધારપટ લાદવામાં આવ્યો હતો. ફક્ત શહેરી વિસ્તારોમાં જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ લાઇટ બંધ કરવામાં આવી હતી. સ્થાનિક સરકારે લોકોને ઘરે રહેવાની અપીલ કરી હતી.

09:53 AM, 9th May
- જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને ગીર સોમનાથની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સોમનાથના સ્ટ્રેટેજિક પોઇન્ટ પણ વધી પીઆઈ અને પીએસઆઇની નિમણૂંક કરવામાં આવી છે તથા કંટ્રોલ રૂમ ખાતે પણ નવા અધિકારીઓની શિફ્ટ પ્રમાણે નિમણૂક કરવામાં આવી છે.
-  કચ્છની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે