શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 2 જાન્યુઆરી 2017 (20:43 IST)

સુપ્રીમકોર્ટનો મહત્વનો નિર્ણય - ધર્મના આધાર પર નથી માંગી શકતા વોટ

ચૂંટણી પર સુપ્રીમ કોર્ટે આજે એક મુખ્ય નિર્ણય સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કોઈપણ ધર્મ જાતિના આધાર પર વોટ માંગી શકતા નથી. ચૂંટણી એક ધર્મનિરપેક્ષ પદ્ધતિ છે. તેથી ધર્મના નામ પર વોટ માંગવો ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે આ સાથે એમ પણ સ્પષ્ટતા કરી કે જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ, જાતિ અને ભાષાના આધારે વોટ માલુમ પડશે તો તેને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ ભ્રષ્ટ આચરણ ગણવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે ચૂંટણી એક ધર્મનિરપેક્ષ પ્રક્રિયા છે અને ચૂંટાયેલા ઉમેદવારોનો કાર્યકલાપ પણ ધર્મનિરપેક્ષ હોવો જોઈએ. વ્યક્તિ અને ભગનવાન કે ધર્મ વચ્ચેનો સંબંધ વ્યક્તિગત છે. આ સંબંધમાં સરકાર કે કોઈ પક્ષને હસ્તક્ષેપની મંજૂરી નથી.

સુપ્રીમ કોર્ટમાં ધર્મ અને જાતિના નામ પર વોટની માગણી જન પ્રતિનિધિ કાયદા હેઠળ ભ્રષ્ટાચાર છે કે નહીં તેવા સબબની એક જાહેર હિતની અરજી દાખલ કરાઈ હતી. જેની સુનાવણીમાં જનપ્રતિનિધિ કાયદાની કલમ 123(3) હેઠળ ધર્મ, જાતી, ભાષાના દુરઉપોયગ અંગેની વ્યખ્યાની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.