મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 19 જુલાઈ 2021 (19:21 IST)

હવામાન વિભાગએ વરસાદથી સમગ્ર દેશમાં રેડ એલર્ટ જારી કર્યુ

ભારતીય હવામાન વિભાગે (Heavy Rain) ભારે વરસાદની ચેતવણી સાથે પૂર્વ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને પૂર્વ ઉત્તર પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ અને પશ્ચિમ યુપી, પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક માટે મંગળવારે એક રેડ એલર્ટ જારી કરી છે. 

મુશળધાર વરસાદથી બફારાથી રાહત મેળવી છે. યુપીના ઘણા શહેરોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડના યુપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

મુંબઈમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, આખા શહેરમાં રેડ અલર્ટ જાહેર
 
દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો વરસાદથી વંચિત છે. હવે ધીરે ધીરે બંગાળના ઉપસાગરનું વહન ઓરિસ્સાથી મધ્યપ્રદેશ તરફ આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થશે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આજે સવારે 6 થી 8 વાગ્યાના ગાળામાં રાજ્યમાં 19 તાલુકાઓમાં વરસાદ થયો છે.
 
રેડ એલર્ટ (Red alert )એટલે કે હવે જીવન અને સંપત્તિને સલામત કરવાનો સમય આવી ગયો છે. ઘણીવાર આ એલર્ટ પછી, ડેન્જર ઝોનમાં રહેતા લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવે છે અને હવામાન પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.