સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (16:50 IST)

ગુજરાતમાં નશાખોરી નેટવર્કનો પર્દાફાશ- નશીલા દ્વવ્યો જપ્ત, 251થી વધુ લોકોની ધરપકડ

ગુજરાતમાં નશાખોરી નેટવર્કનો પર્દાફાશ
રાજ્યના યુવાનોને નશાની લત ઉપર ચડાવવા માટે નશાના વેચાણકર્તાઓ અવનવા કીમિયો અપનાવીને નશાની સમગ્ર વસ્તુઓને રાજ્યમાં છુપી રીતે ઘુસાવી રહ્યા છે. ગુજરાતમાં નશાનો નેટવર્ક આગળ વધતા અટકાવવામાં ગુજરાત પોલીસ સફળ રહી છે. અત્યાર સુધી ઝડપાયેલા નશીલા દ્વવ્યની જો વાત કરીએ તો ગાંધીનગરમાં છેલ્લાં 6 માસમાં 1 અબજ કરતાં વધુ નશીલા દ્વવ્યો ઝડપાયા છે. જેમાં નશીલા દ્વવ્યોની હેરાફરી કરનાર 251થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરોડામાં ચરસ, ગાંજો , તેમજ વિદેશી દારૂની બોટલો મોટી માત્રામાં પકડાઈ રહી છે.