મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 17 ઑક્ટોબર 2021 (12:06 IST)

કેરળમાં ભારે વરસાદના કારણે તબાહી: 6ના મોત 12 લોકો ગૂમ, અનેક જિલ્લામાં રેડ અલર્ટ

કેરળમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. મૂશળધાર વરસાદના કારણે 6 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ગૂમ થયા છે. વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદની સૌથી વધુ અસર કુટ્ટીક્કલ કોટ્ટયમ (Kottayam), ઈડુક્કી  અને કોક્કયર (માં થઈ છે. 
 
કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એ ઉપરાંત ભૂસ્ખલનની ઘટના પણ બની હતી. વરસાદી અકસ્માતોના કારણે છ લોકોનાં મોત થયા હતા. તે સિવાય ૧૨ જેટલાં લોકો લાપતા બનતા તેમની ભાળ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાહત કામગીરી માટે રાજ્ય સરકારે સૈન્યની મદદ લીધી છે. કેરળના કોટ્ટાયમ, ઈડુક્કી સહિતના પાંચ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પદનમટિટ્ટા, એર્નાકુલમ, કોટ્ટાયમ, ઇડુક્કી, ત્રિશૂરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રેડ એલર્ટ આગામી બે દિવસ માટે જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓ ત્રિવેન્દ્રમ, કોલ્લમ, અલ્પુલા, પલક્કડ, મલપ્પુરમ, કોલિકોડ અને વાયનાડ છે જેના પર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.