ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (12:52 IST)

હિજાબી એક દિવસ ભારતની વડાપ્રધાન બનશે... કર્ણાટકમાં વિવાદ વચ્ચે ઓવૈસીનું નિવેદન

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે એક દિવસ હિજાબ પહેરેલી છોકરી ભારતની વડાપ્રધાન બનશે. તેમનું નિવેદન કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઉડુપીની એક સરકારી કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓના એક જૂથને હિજાબ પહેરવા બદલ તેમના ક્લાસમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.
AIMIM ચીફ ઓવૈસીએ રવિવારે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે હિજાબ પહેરેલી મહિલાઓ કોલેજ જશે, જિલ્લા કલેક્ટર, મેજિસ્ટ્રેટ, ડૉક્ટર, બિઝનેસમેન વગેરે બનશે.