1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (11:15 IST)

Video- કટનીમાં ડૂબી ગયેલી સુરંગમાં દટાયેલા 7 મજૂરોને બચાવાયા, અન્ય બેને બચાવવા અભિયાન ચાલુ, જુઓ વીડિયો

katni tunnel rescue
મધ્યપ્રદેશના કટની જિલ્લાના સ્લિમનાબાદ પાસે એક નિર્માણાધીન ટનલ અચાનક તૂટી પડતાં ત્યાં કામ કરતા નવ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. જેમાંથી રવિવારે સવાર સુધી સાત મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બે લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. બરગી કેનાલ પ્રોજેક્ટ હેઠળ અંડરગ્રાઉન્ડ કેનાલના કામ દરમિયાન શનિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.
મધ્યપ્રદેશના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજેશ રાજોરાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં સાત મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હવે આ સુરંગમાં માત્ર બે જ મજૂરો ફસાયા છે અને તેમને બચાવવાનું ઓપરેશન ચાલુ છે. રાજોરાએ કહ્યું કે તેઓ ભોપાલમાં વલ્લભ ભવન સ્ટેટસ રૂમમાંથી ચોવીસ કલાક બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને બચાવ કાર્ય સુરક્ષિત રીતે પૂર્ણ થાય તેવી કુશળ  કામના કરી .