ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (13:10 IST)

Delhi Building Collapse: દિલ્હીમાં મોટી દુર્ઘટના, જે જે કોલોની વિસ્તારમાં બિલ્ડિંગ પડવાથી 4ના મોત

Building Collapsed in Bawana JJ colony: ગુરુગ્રામ બાદ હવે દિલ્હીમાં એક ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટના દિલ્હીના બવાના વિસ્તારની જેજે કોલોનીની જણાવવામાં આવી રહી છે. જેમાં ચાર લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. અગાઉ, પોલીસે જણાવ્યું હતું કે કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના લોકોને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જો કે હજુ પણ લોકોની શોધખોળ ચાલુ છે.
 
આ ઘટના દિલ્હીના બવાના વિસ્તારની જેજે કોલોનીમાં બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં કાટમાળ નીચે દટાઈ જવાથી ચાર લોકોના મોત થયા છે. અગાઉ, પોલીસે જણાવ્યું હતું કે કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના લોકોને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જો કે હજુ પણ લોકોની શોધખોળ ચાલુ છે.
 
કાટમાળ નીચે કુલ 6 લોકો ફસાયા હોવાના અહેવાલ
 
 
ડીસીપી આઉટર નોર્થ બ્રિજેન્દ્ર યાદવે આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઈમારતના કાટમાળ નીચે કુલ 6 લોકો ફસાયા હોવાના અહેવાલ છે, જેમાંથી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
 
પોલીસે  આપી હતી ઘટના અંગે માહિતી
 
પોલીસના જણાવ્યા પ્રમાણે, બપોરે લગભગ 2.45 વાગ્યે NIA પોલીસ સ્ટેશનની પોલીસને માહિતી મળી કે દિલ્હી જલ બોર્ડની પાસે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. જેમાં કેટલાક લોકો દટાયા છે તો કાટમાળમાં બાળકો પણ દટાયા હોવાની માહિતી મળી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. આ ઈમારત રાજીવ રતન આવાસમાં બનાવવામાં આવી હતી. જ્યાં 300-400 જેટલા ફ્લેટ છે