રવિવાર, 27 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 એપ્રિલ 2025 (12:39 IST)

Pahalgam Attack: હુમલા બાદ સુરક્ષાબળોની મોટી એક્શન, શોપિયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરે આઈઈડીથી ધ્વસ્ત

terrorist house
પહેલગામ હુમલામં સામેલ શંકાસ્પદ સ્થાનીક આતંકવાદીઓ વિરુદ્ધ મોટુ અભિયાન ચલાવાય રહ્યુ છે. પુલવામાં પછી શોપિયા અને કુલગામમા સેનાએ આતંકવાદીઓના ઘર ધ્વસ્ત કરી દીધા છે.  
 
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી સુરક્ષા બળોની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. સુરક્ષાબળોએ પુલવામાં, શોપિયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરે તોડી પાડ્યા છે. આતંકવાદીઓ પર સતત એક્શન થઈ રહી છે. 
 
શોપિયાના ચોટીપોરામાં એક સક્રિય ટોચ લશ્કરી આતંકવાદી કમાંડર શાહિદ અહમદ કુટ્ટેના ઘરને સુરક્ષા બળોએ જમીનદોસ્ત કરી દીધા. શાહિદ છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી સક્રિય છે અને રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. 
 
 શુક્રવારે રાત્રે, સુરક્ષા દળોએ કુલગામના ક્વિમોહમાં આતંકવાદી ઝાકિર ગનીનું ઘર તોડી પાડ્યું, ઝાકિર 2023 માં લશ્કરમાં જોડાયો હતો. પહેલગામ હુમલા પછી, અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ કુલ પાંચ આતંકવાદીઓના ઘર તોડી પાડ્યા છે.
 
સુરક્ષા દળોએ આતંકવાદી એહસાન ઉલ હકનું ઘર તોડી પાડ્યું
શુક્રવારે, પુલવામામાં સેના દ્વારા બીજા આતંકવાદીનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી એહસાન ઉલ હકનું ઘર જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. આ પહેલા સુરક્ષા દળોએ વધુ બે આતંકવાદીઓના ઘરોનો નાશ કર્યો હતો. જેમાં અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ત્રાલના ગોરી વિસ્તારમાં એક આતંકવાદીના ઘરને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું હતું, જ્યારે બીજા શંકાસ્પદના ઘરને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું. કહેવાય છે કે એહસાને 2018 માં પાકિસ્તાનમાંથી તાલીમ લીધી હતી અને તાજેતરમાં જ તે કાશ્મીર ખીણમાં ફરી પ્રવેશ્યો હતો. તે પહેલગામ હુમલાનો શંકાસ્પદ છે.
 
શંકાસ્પદ વસ્તુઓ દેખાતા ઉડાવ્યુ ઘર 
દક્ષિણ કાશ્મીરના ગુરીના એક ગામમાં સુરક્ષા બળોએ ચલાવેલ સર્ચ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ આતંકવાદીનુ ઘર બોમ્બથી ઉડાવી દીધુ. સૂત્રોએ જણાવ્યુ કે ઘેરાબંદી અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાબળોએ ઘરમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ બતાવી. સંકટને જોતા સુરક્ષા બળ સુનિશ્ચિત કરવા માટે પાછળ હટી ગઈ.  જો કે પાછળ હટવાના થોડી વાર પછી એક શક્તિશાળી વિસ્ફોટથી ઘરને ભારે નુકશાન પહોચ્યુ. એવુ બતાવાય રહ્યુ છે કે આ ઘર પહેલગામ હુમલામાં સામેલ આતંકી આદિલનુ હતુ.  
 
પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો, 26 લોકોની નિર્દયતાથી હત્યા
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને 26 લોકોની ક્રૂરતાથી હત્યા કરી દીધી હતી. લશ્કરી ગણવેશમાં સજ્જ આતંકવાદીઓએ પહેલા પહેલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું, તેમના ઓળખપત્રો તપાસ્યા અને પછી તેમને ગોળી મારીને હત્યા કરી દીધી, એમ કહીને કે તેઓ હિન્દુ છે. 26 મૃતકોમાંથી મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનિક નાગરિકો છે.
 
TRF એ હુમલાની જવાબદારી લીધી
આ હુમલામાં લગભગ 14 લોકો ઘાયલ થયા છે. ૩ જુલાઈથી શરૂ થઈ રહેલી શ્રી અમરનાથ યાત્રા પહેલા પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ફેબ્રુઆરી 2019 માં પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. તે હુમલામાં 47 CRPF જવાનો શહીદ થયા હતા.