ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 26 જૂન 2021 (10:36 IST)

એઆર રહેમાનનુ ગીત 'મા તુજે સલામ ગીત' ને કારણે લૉક થયુ IT મિનિસ્ટર રવિશંકર પ્રસાદનુ Twitter એકાઉંટ, જાણો પુરી હકીકત

નવા આઈટી નિયમોને લઈને ભારત સરકાર સાથે પોતાના બગડતા સંબંધો વચ્ચે ટ્વિટર શુક્રવારે અમેરિકી કોપીરાઈટ કાયદો (ડીએમસીએ)ના કથિત ઉલ્લંઘનને લઈને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદના એકાઉંટના લગભગ એક  કલાક સુધી બંદ કરી દીધુ. જઓ કે આવુ કેમ થયુ, તેની અસલી કારણ હવે સામે આવી ગઈ છે.  મ્યુઝિક ડાયરેક્ટર એ. આર રહેમાનનુ ગીત 'મા તુજે સલામ' અને સોની મ્યુઝિકને કારણે રવિશંકર પ્રસાદનુ ટ્વિટર એકાઉંટ થોડા સમય માટે લોક થયુ.  કોઈ કેન્દ્રીય મંત્રીના ખાતા પર આ પ્રકારની રોક લગાવવાનો આ મામલો છે. 
 
ડીએમસીએની નોટિસ અનુસાર, રવિશંકર પ્રસાદના ટ્વીટ પર ટ્વિટરે જે એક્શન લીધી છે, તે ટ્વીટ 2017નુ છે. લુમેન ડેટાબેઝ દસ્તાવેજના મુજબ ડીએમસી સંબંધી નોટિસ 24 મે, 2021 ના ​​રોજ મોકલવામાં આવ્યો અને ટ્વિટરને 25 જૂન, 2021 ના ​​રોજ મળ્યો હતો. લુમેન ડેટાબેઝ એક સ્વતંત્ર અનુસંધાન પરિયોજના છે. જેના હેઠળ ટ્વિટર દ્વારા પોતાની સાઈટ પર રોક લગાવવામાં આવનારી સામગ્રી સહિત અન્યનો અભ્યાસ કરવામાં આવે છે. 
 
સૂત્રોનુ માનીએ તો રવિશંકર પ્રસાદના ટ્વિટર પર સંબંધિત પોસ્ટમાં 1971ના યુદ્ધની વિજય વર્ષગાંઠના મોકા પર ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપતો એક વીડિયો નાખવામાં આવ્યો હતો. વીડિયોના બૈકગ્રાઉંડમાં એ. આર રહેમાનનુ એક ગીત મા તુજે સલામ વાગી રહ્યુ હતુ. આ ગીતનો કોપીરાઈટ સોની મ્યુઝિકની પાસે છે. એવુ કહેવાય રહ્યુ છે કે સોની મ્યુઝિકના આ ગીત પર કોપી રાઈટનો દાવો કર્યો અને ટ્વિટરની નજરમાં આ પોસ્ટને કથિત રૂપથી કોપીરાઈટ નિયમોનુ ઉલ્લંઘન માનવામાં આવે છે.