ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :રાયપુર. , ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (13:00 IST)

મૂવી બનાવનારાઓના બાપમાં દમ હોય તો બીજા ધર્મ પર બનાવે ફિલ્મ, ભારતમાં રહેવુ મુશ્કેલ થઈ જશે... બાગેશ્વર સરકારનો પડકાર

bagheswar sarkar
બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ચર્ચામાં છે. નાગપુર વિવાદ પછી તેમણે હવે ફિલ્મ નિર્માતોઓ પર હુમલો કર્યો છે. બાગેશ્વર સરકારની કથા હાલ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં થઈ રહી છે. અહી મીડિયા સાથે ચર્ચા કરતા બાગેશ્વર મહારાજે ફિલ્મોમાં બૉયકોટના સવાલ પર કહ્યુ કે જે લોકો આવી ફિલ્મો બનાવે છે તેમને માટે બૉયકોટ જ સૌથી સારો વિકલ્પ છે.  બાગેશ્વર સરકારે કહ્યુ કે આ બધુ સમજી વિચારેલુ ષડયંત્ર છે.  આ લોકો ઉંધે મોઢે  પડશે. મીડિયા સાથે ચર્ચા દરમિયાન બાગેશ્વર સરકારે કહ્યુ કે જો મૂવીવાળાના બાપમાં દમ હોય તો બીજા ધર્મમાં ફિલ્મ બનાવીને બતાવી દે. ભારતમાં રહેવુ મુશ્કેલ થઈ જશે. 

 
તેમણે કહ્યુ કે સનાતની વ્યક્તિઓની વિચારધારા ક્યારેય પણ હિંસાત્મક રહી નથી. દરેક વખતે હિન્દુ દેવી-દેવતાઓનુ અપમાન એ માટે કરવામાં આવે છે કે આપણે હિન્દુ લોકો ખૂબ ભોળા અને સીધા છીએ. આપણે આપણે સનાતની લોકો અહિંસા પર વિશ્વાસ રાખનારા લોકો છીએ. હુ મીડિયાના માધ્યમથી મૂવી બનાવનારાઓને કહેવા મનગુ છુ કે જો તેમના બાપમાં દમ હોય તો કોઈ બીજા ધર્મ પર ફિલ્મ બનાવીને બતાવે. 
 
આદિવાસી વિસ્તરોમાં કથાનુ આયોજન 
 
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રીએ કહ્યુ કે ધીરે ધીરે હિન્દુ જાગી રહ્યા છે. હિન્દુ વિરોધી તાકતોને હવે મોઢાના ખાવી પડશે. ધર્માતરણના મુદ્દા પર બાગેશ્વર સરકારે કહ્યુ કે બાગેશ્વર ધામ એક માત્ર એવી સંસ્થા છે જે એ આદિવાસી વિસ્તારમાં ત્રણ દિવસની કથાનુ આયોજન કરી રહ્યા છે. જ્યા મિશનરી લોકો સીધા સાદા આદિવાસીઓનુ ધર્માતરણ કરે છે. તેમણે જણાવ્યુ કે મધ્યપ્રદેશના દમોહ જીલ્લામાં 160 પરિવારોની ઘર વાપસી કરવામાં આવી છે. 
  
નાગપુર વિવાદ પર સ્વીકાર્યો પડકાર 
બાગેશ્વર સરકારે નાગપુર વિવાદ પર ચોખવટ આપતા કહ્યુ કે જે લોકોએ મને પડકાર આપ્યો છે હુ તેમનો પડકાર સ્વીકાર કરુ છુ. હુ રાયપુરમાં 20 અને 21 જાન્યુઆરીએ રાયપુરમાં ફરીથી દિવ્ય દરબારનુ આયોજન કરીશ. તેઓ અહી આવે અને પોતે જુએ કે ઈશ્વરીય શક્તિ હોય છે કે નહી. ઉલ્લેખનીય છે કે બાગેશ્વર સરકાર પ અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. જ્યારબાદ નાગપુરમાં તેમણે બે દિવસ પહેલા જ કથા સમાપ્ત કરી દીધી.  અંધ શ્રદ્ધા મૂલન સમિતિના સંસ્થાપક શ્યામ માનવે બાગેશ્વર સરકાર પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.