શનિવાર, 22 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025 (13:25 IST)

મગજમાં ગંદકી ભરી છે તેનો કેસ કેમ સાંભળીએ, સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદિયાને ધરપકડ મુદ્દે રાહત સાથે આપી ફટકાર

Ranveer Allahbadia
Ranveer Allahbadia
રણબીર અલ્લાહબાદિયાની અરજી પર સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી થઈ. જેમા કોમેડિયન સમય રૈનાના યુટ્યુબ શો, ઈંડિયાઝ ગોટ લેટેંટમાં કરવામાં આવેલ કથિત અશ્લીલ ટિપ્પણીને લઈને તેમના વિરુદ્ધ નોંધાયેલ અનેક એફઆઈઆરને એક સાથે જોડવાની માંગ કરવામાં આવી છે.  ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ એન કોટિસ્વર સિંહની પીઠ મામલાની સુનાવણી કરી રહી છે. આ પહેલા શુક્રવારે પૂર્વ સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડના પુત્ર અભિનવ ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં મામલાને તત્કાલ યાદીબદ્ધ કરવાની માંગ કરી હતી. 
 
સુપ્રીમ કોર્ટે કરી તીખી ટિપ્પણી 
સુપ્રીમ કોર્ટે ઈંડિયાજ ગોટ લેટેંટ શો માં અતિથિ ભૂમિકા દરમિયાન યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર ઈલાહાબાદિયાની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે ઈલાહબાદિયાના પ્રતિનિધિત્વ કરી રહેલ વકીલને પુછ્યુ કે અશ્લીલતા અને ફૂહડતાનુ માનક શુ છે. કોર્ટે યૂટ્યુબરને તેના વલ્ગર કમેંટ માટે કડક ફટકાર લગાવી છે અને કહ્યુ કે મગજમાં ગંદકી ભરી છે અને આવા વ્યક્તિનો કેસ અમે કેમ સાંભળીએ. પોપુલર હોવાનો મતલબ એ નથી કે તમે કશુ પણ બોલો. સુપ્રીમ કોર્ટની ભારે ફટકાર બાદ યુટ્યુબરને અનેક શરતો સાથે ધરપકડમાંથી રાહત મળી છે.  
- તપાસમાં સહયોગ કરવાનુ કહ્યુ 
- વિદેશ જવા પર રોક, પાસપોર્ટ સરેંડર કરવા કહ્યુ 
- હાલ આવા શો ન કરવાનો આદેશ 
- બધા પેરેંટ્સ જ નહી સમાજને પણ શરમમાં મુક્યો - સુપ્રીમ કોર્ટ 
 
ઉલ્લેખનીય છે કે સમય રૈનાના યુટ્યુબ શો ઈંડિયાઝ ગોટ લેટેંટ શો પર અલ્લાહબાદિયા દ્વારા આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદ ઉભો થઈ ગયો. જેને કારને તેમના અને અન્ય લોકો વિરુદ્ધ અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે. અલ્લાહબાદિયા અને રૈના ઉપરાંત આ મામલે નામિત લોકોમાં યુટ્યુબ સેલીબ્રિટી આશીષ ચંચલાની, જસપીત સિંહ અને અપૂર્વા મખીજા પણ સામેલ છે.