શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2024 (15:25 IST)

જસ્ટિસ સંજીવ ખન્ના બન્યા દેશના 51 માં ચીફ જસ્ટિસ, જાણો તેમનુ કરિયર અને તેમના વિશે ખાસ વાતો

ભારતના ન્યાયિક ઈતિહાસમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાનુ નામ આજે એક મહત્વપૂર્ણ મીલ નો પત્થરના રૂપમાં નોંધયો છે. જસ્ટિસ ખન્ના સુપ્રીમ કોર્ટના 51માં ચીફ જસ્ટિસ બની ગયા છે. જેમણે ન્યાયમૂર્તિ ધનંજય વાય ચંદ્રચૂડનુ સ્થાન લીધુ છે. તેમની નિમણૂક કેન્દ્ર સરકારે 24 ઓક્ટોબરના રોજ જાહેર કરી હતી અને તેઓ 10 નવેમ્બરથી કાર્યભાર સંભાળશે. 
 
ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નિમણૂક અને તેમની પુષ્ઠભૂમિ - ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાને ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશના રૂપમાં નિમણૂક કરવામાં આવ્યા છે. તેમને જસ્ટિસ ધનંજય વાઈ ચંદ્રચૂડનુ સ્થાન લીધુ છે. જે 10 નવેમ્બર 2024ના રોજ બે વર્ષના કાર્યકાળ પછી રિટાયર થયા. સરકરે 24 ઓક્ટોબરના રોજ તેમની નિમણૂકની ઔપચારિક જાહેરાત કરી. 
 
ચાર દસકોથી વધુ લાંબો ન્યાયિક અનુભવ - ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાનુ ન્યાયિક કરિયર ચાર દસકાઓથી પણ વધુ છે. જસ્ટિસ ખન્નાએ પોતાના કરિયરની શરૂઆત 1983માં દિલ્હી બાર કાઉંસિલમાં સામેલ થઈને કરે. ત્યારબાદ તેઓ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પ્રેકટિસ કરવા લાગ્યા. તેમને પોતાના કરિયરમાં અનેક મહત્વપૂર્ણ કેસ લડ્યા અને પછી  દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂંક થયા. આ ઉપરાંત તેમણે આવકવેરા વિભાગ માટે વરિષ્ઠ સ્થાયી વકીલ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીના સ્થાયી વકીલના રૂપમાં કાર્ય કર્યુ.
 
મહત્વપૂર્ણ ન્યાયિક પદોન્નતિઓ અને કાર્યકાળ - ઉચ્ચ ન્યાયાલયથી સર્વોચ્ચ ન્યાયાલય સુધીની યાત્રા 
ન્યાયમૂર્તિ ખન્નાએ 2005 માં દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં પદોન્નતિ મેળવી અને 2006માં સ્થાયી ન્યાયાધીશ બન્યા. જો કે કોઈપણ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કાર્ય કર્યા વગર જ તેમને જાન્યુઆરી 2019માં સર્વોચ્ચ ન્યાયાલયમાં પદોન્નત કરવામાં આવ્યા. જે તેમની ન્યાયિક ક્ષમતાને દર્શાવે છે.  તેમને કોઈપણ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનુ પદ ગ્રહણ કર્યા વગર જાન્યુઆરી 2019માં સીધા સર્વોચ્ચ ન્યાયાલયમાં પ્રવેશ કર્યો, જે ખૂબ મોટી વાત છે.  
 
ન્યાયમૂર્તિ ખન્નાના ઐતિહાસિક નિર્ણયો 
- પોતાના સુપ્રીમ કોર્ટ કાર્યકાળમાં ન્યાયમૂતિ સંજીવ ખન્નાએ અનેક  ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ખન્નાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયોમા ભાગ લીધો. આ નિર્ણય ફક્ત કાયદાકીય જ નહી પણ સામાજીક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. 
 
ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના ઉપયોગને બનાવી રાખવુ - તેમણે ચૂંટણીમાં પાર દર્શિતા કાયમ રાખવા માટે ઈવીએમની વિશ્વસનીયતા પર પોતાની મંજુરી આપી. 
 
ચૂંટણી બાંડ યોજના - આ યોજનાને લઈને તેમના વિચાર એ વાતને દર્શાવે છે કે તેઓ ભારતીય ચૂંટણી પ્રણાલીમાં પારદર્શિતા બનાવી રાખવા માટે સંકલ્પિત છે. 
 
અનુચ્છેદ - 370 નુ નિરસ્તીકરણ - કાશ્મીરમાં વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના આ ઐતિહાસિક મામલામાં પણ તેમનો દ્રષ્ટિકોણ મહત્વ હતો.  
 
અરવિંદ કેજરીવાલને અંતરિમ જામીન - તેમણે દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે જામીન આપી હતી જે એક ચર્ચિત નિર્ણય હતો. 
 
પારિવારિક પુષ્ઠભૂમિ અને શિક્ષા - 14 મે 1960 ના રોજ જન્મેલા જસ્ટિસ સંજીવ ખન્ના ન્યાયપાલિકામાં એક પારિવારિક પુષ્ઠ ભૂમિથી આવે છે. તેમના પિતા ન્યાયમૂર્તિ દેવ રાજ ખન્ના દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ હતા અને તેમના કાકા, જસ્ટિસ એચઆર ખન્ના, સર્વોચ્ચ ન્યાયાલયમાં એક પ્રતિષ્ઠિત ન્યાયાધીશ હતા. ન્યાયમૂર્તિ ખન્નાએ પોતાની શિક્ષા દિલ્હી વિશ્વવિદ્યાલયના કેમ્પસ લૉ સેંટર દ્વારા પુર્ણ કરે. તેમની પુષ્ઠભૂમિ અને અનુભવે તેમને ન્યાયાયિક કાર્યક્ષેત્રમાં એક મજબૂત ઓળખ આપી છે. 
 
ન્યાયમૂર્તિ ખન્નાની નિમણૂકની ભારતની ન્યાયપાલિકા પર પ્રભાવ 
- ન્યાયપાલિકામાં સુધાર અને પારદર્શિતાની તરફ એક પગલુ 
 જસ્ટિસ ખન્નાની નિમણુકથી ભારતીય ન્યાયપાલિકામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાની દિશામાં એક સકારાત્મક પગલુ માનવામાં આવી રહ્યુ છે.  તેમની નેતિઓ અને વિચારધારા તેમને ન્યાયિક વ્યવસ્થામાં સુધાર તરફ લઈ જવાની હિમંત આપે છે.   તેમના અનુભવ અને જ્ઞાનથી ભારતીય ન્યાયપાલિકાને એક નવી દિશા મળવાની શક્યતા છે. જસ્ટિસ સંજીવ ખન્નાનો ન્યાયિક દ્રષ્ટિકોણ ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને સંવૈઘાનિક સિદ્ધાંતોને કાયમ રાખવામાં દ્રઢ છે.  તેમની નિમણૂકથી ભારતીય ન્યાયપાલિકામાં નિષ્પક્ષતા અને કુશળતાની આશા છે