શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 જાન્યુઆરી 2020 (16:42 IST)

કામધેનુ યુનિવર્સિટીમાં સાત જગ્યા પર ભરતી પ્રક્રિયામાં ગોટાળોઃ કોંગ્રેસ

ગાંધીનગરમાં આવેલી કામધેનુ યુનિવર્સિટીમાં વર્ગ 1 અને વર્ગ 2ની કુલ સાત જગ્યા પર ભરતી પ્રક્રિયામાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કેટલીક જગ્યા પર ભરતીના નિયમોને નેવે મુકાઇને વયમર્યાદા અને તેની યોગ્યતા મુદ્દે ચોકસાઇ રખાયા વગર સાત જેટલી ભરતી થઇ ગઇ છે. કોંગ્રેસે આ મુદ્દે નિમણુંકમાં થયેલી ગેરરિતી અને તેના અન્ય બાબતોના પુરાવા રજૂ કરીને આક્ષેપ કર્યો છે. કામધેનુ યુનિવર્સિટીમાં નિયમોને નેવે મૂકીને સાત જેટલા લોકોને ભરતી કરી દેવામાં આવી હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ગુજરાત પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કામધેનુ યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી કરીને ગેરરીતિ આચરી છે. વિવિધ પોસ્ટ પર ઉંમર અને લાયકાતનો છેદ ઉડાડીને ભરતી કરી દેવામાં આવી છે. આ અંગે વિવિધ બાબતોની તપાસ કરવામાં આવે તેવી માંગ મનીષ દોશીએ કરી છે.