ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બેંગલુરૂ : , મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (17:03 IST)

Karnataka Hijab Court Hearing - સિખોની ધાર્મિક પરંપરાને કનાડા-UK કોર્ટે પણ કબુલ્યુ, હિજાબ વિવાદ પર કર્ણાટક HCની ટિપ્પણી

કર્ણાટકના ઉડ્ડુપી (Udupi Hijab Row)ના સરકારી પીયૂ મહિલા કૉલેજથી શરૂ થયુ હિજાબનો મામલો  (Karnataka Hijab Row)હાઈ કોર્ટે આ મામલાની સુનાવણી દરમિયાન (Karnataka HC Hijab Hearing)કડક ટિપ્પણી કરી છે. રાજ્યમાં હિજાબ અને ભગવા શૉલ પર ચાલી રહેલ વિરોધ પ્રદર્શનો વચ્ચે કોર્ટે કહ્યુ  (HC on Hijab Row)છે કે ભાવનાઓ અને જુનૂનથી નહી કાયદા અને સંવિધાનથી દેશ ચાલશે.  હિજાબ વિવાદ (Hijab Dispute of Karnataka)ની સુનાવણી છ વિદ્યાર્થીઓ  તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર થઈ  રહી છે. આવો જાણીએ આજની સુનાવણી(Hijab Saffron Shawl Controversy)માં શુ થયુ. 
 
અમે કાયદા અને સંવિધાનના મુજબ ચાલીશુ - હાઈકોર્ટ 
 
કર્ણાટક હાઈકોર્ટમાં સવારે સાડા દસવાગ્યા પછી  સુનાવણી શરૂ થઈ. કોર્ટે કહ્યું કે અમે લાગણી અને જોશથી નહીં પણ તર્ક અને કાયદાથી ચાલીશું. દેશના બંધારણમાં આપવામાં આવેલી વ્યવસ્થાનું પાલન કરીશું. બંધારણ આપણા માટે ભગવદ ગીતા જેવું છે. કર્ણાટક સરકારના એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે વિદ્યાર્થીઓને યુનિફોર્મ અંગે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને આમાં મુક્તિ જોઈતી હોય તેઓએ કોલેજની ડેવલોપમેંટ કમિટી પાસે જવુ જોઈએ. 
 
 
શીખો પર કેનેડા-યુકેની કોર્ટનો પણ  હાઈકોર્ટે  કર્યો ઉલ્લેખ
 
હાઈકોર્ટે લંચ બાદ બપોરે ત્રણ વાગ્યે આ મામલે ફરી સુનાવણી શરૂ કરી હતી. આ દરમિયાન, કોર્ટે શીખ સમુદાય સાથે સંબંધિત વિદેશી અદાલતોના આદેશોને હવાલાથી કહ્યું, 'શિખોના કિસ્સામાં, માત્ર ભારતની અદાલત જ નહીં પરંતુ કેનેડા અને યુનાઇટેડ કિંગડમ (બ્રિટન)ની અદાલતોએ પણ તેમની પ્રથાને એક આવશ્યક ધાર્મિક પરંપરા તરીકે માન્યતા આપી છે.