શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 જાન્યુઆરી 2022 (11:06 IST)

નિવૃત્તિનો લાભ ન મળતાં હાઈકોર્ટે કહ્યું, ‘શું અરજદાર મંગળ ગ્રહનો કર્મચારી છે?’, આદેશ છતાં વળતર ન ચૂકવાતા કન્ટેમ્પ્ટ થઈ હતી

સુરેન્દ્રનગરનાં સરકારી કર્મચારીને હાઈકોર્ટે વળતર ચૂકવવવા માટે 3 વર્ષ પહેલા આદેશ કર્યો હોવા છતાં તેનું પાલન નહીં થતાં કન્ટેમ્પ્ટ પિટિશન કરવામાં આવી છે. આ અંગેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે સરકારને એવી ટકોર કરી હતી કે, તમે ભૂલ કરીને માફી માગી લો એટલે તમને માફ ન કરી દેવાય, ક્યાંતો અમારા હુકમનું પાલન કરો નહીંતર 1 લાખ રૂપિયા દંડ ભરો. તમે તો એવું કેવા માગો છો કે અરજદાર મંગળ ગ્રહનો કર્મચારી છે? તેનો જન્મ બીજા ગ્રહમાં થયો છે? તમારી પાસે તમારા કર્મચારીઓનો રેકોર્ડ નથી? સુનાવણી દરમિયાન સરકાર તરફથી એવો બચાવ કરવામાં આવ્યો છે કે, અમારા તરફથી અરજદારને જન્મ તારીખનો પુરાવો રજૂ કરવા પાંચ વખત યાદ કરાવવામાં આવ્યું છે, જેથી તેમના અટકેલા 6 લાખ તેમને ચૂકવી શકાય. કોર્ટે એવી ટકોર કરી હતી કે ગરીબ માણસ 5 વર્ષથી નિવૃત્ત હોવા છતાં તેને હકના નાણાં આપવામાં આવ્યાં નથી. એક પેન્શનર નિવૃત્તિ પછી તેનું ઘર કેવી રીતે ચલાવે? ગરીબ માણસ માટે 5 લાખ ઘણી મોટી રકમ કહેવાય. કાલે તમારા અધિકારીઓ નિવૃત્ત થશે ત્યારે તમને સમજાશે. હાઈકોર્ટનાં હુકમનું પાલન નહીં કરનાર અધિકારીએ તેમના અંગત એકાઉન્ટમાંથી બાકી રકમ અનેે 26 હજાર વ્યાજ સાથે ચૂકવવા બાહેંધરી આપતા કોર્ટે દંડ ચૂકવી દેવા માટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે હળવી રમૂજમાં જવાબદાર સરકારી અધિકારીએ જણાવ્યુ કે કુછ તો કરો સર.