ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 20 એપ્રિલ 2023 (14:23 IST)

Amritpal Singh Wife અમૃતપાલની પત્ની કિરણદીપને લંડન જવાથી રોકી, પોલીસે અમૃતસર એયરપોર્ટ પરથી કરી ધરપકડ

amritpal
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર ગુરૂવારે લંડનની ફ્લાઈટ પકડવા માટે અમૃતસર પહોંચી જ્યાથી તેની ધરપકડ કરવામાં આવી.  સૂત્રો મુજબ કિરણદીપ કૌર સવારે 11.40 વાગે એયરપોર્ટ પહોચી હતી. અઢી વાગ્યાની ફ્લાઈટમાં તે યુકે જઈ રહી હતી.  

 
લિસ્ટમાં નામ જોઈને ઈમીગ્રેશને તેમને રોકી અને તેની પૂછપરછ કરી. સુરક્ષા એજંસી કિરણદીપ કૌરની પૂછપરછ કરી રહી છે. ત્યા પંજાબ પોલીસ પણ છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણદીપ તેના પરિવારના સભ્યો સાથે એરપોર્ટ પહોંચી ગયો હતો. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણદીપ કૌર બર્મિંગહામ જવા માટે એરપોર્ટ પહોંચી હતી. તેણે ઇમિગ્રેશન કાઉન્ટરને જાણ કરતાં ઇમિગ્રેશને લુક આઉટ સર્ક્યુલરને કારણે તેને મુસાફરી કરવાની મંજૂરી આપી ન હતી અને તેની અટકાયત કરવામાં આવી હતી.