બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (10:55 IST)

Kisan Lockdown- આ તારીખે દેશભરમાં 'ખેડૂત લૉકડાઉન', જાણો શુ કહ્યુ ટિકૈતે

ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે શનિવારે કહ્યું કે 27 સપ્ટેમ્બરે દેશમાં 'ખેડૂત લૉકડાઉન' લાગૂ રહેશે. જે લોકો અનાજ ખાય છે તેઓ એક દિવસ ખેડૂતોના નામે કરે. તે દિવસે કોઈ પણ રસ્તા પર ન નીકળે. જે નીકળશે તે ફસાશે. તેઓએ કહ્યું કે ખેડૂતોને પાછા મોકલીને સરકાર જીતવા માંગે છે કે શું..અમે અમારા હકની લડાઈ લડી રહ્યા છીએ. શું કહ્યું ટિકૈતે
ટિકૈતે કહ્યું કે ખેડૂત આંદોલન પાકને બચાવવા માટે છે. ખેડૂતો પર થોપાયેલા કાળા કૃષિ કાયદાને કેન્દ્ર સરકાર જ્યાં સુધી પરત નહીં લે તેઓ ખેડૂતોની મદદથી દિલ્હીની સીમાઓ પર કાયમ રહેશે.