શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 9 ઑક્ટોબર 2021 (11:13 IST)

Lakhimpur Kheri Violence : ક્રાઈમ બ્રાંચ ઓફિસ પહોંચ્યા આશીષ મિશ્રા, ખેડૂતોના મોત મામલે થશે પૂછપરછ, પોલીસ લાઈન બહાર પુરતી વ્યવસ્થા

લખીમપુર ખેરી હિંસા(Lakhimpur Kheri Violence) મા  આરોપી અજય મિશ્રા(Ashish Mishra) ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં પોલીસ સમક્ષ હાજર થઈ છે. હવે ખેડૂતોના મૃત્યુ સંદર્ભે આશિષની પૂછપરછ કરવામાં આવશે. આશિષ મિશ્રાના કાનૂની સલાહકાર અવધેશ કુમારે કહ્યું કે અમે નોટિસનું સન્માન કરીશું અને તપાસમાં સહકાર આપીશું. આશિષ મિશ્રા આજે પોલીસ સમક્ષ હાજર થશે. યુપી પોલીસે મિશ્રાને લખીમપુર કેસમાં સમન્સ પાઠવ્યું છે.
 
મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા લખીમપુર ખેરીમાં તેમના ઘરે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ શુક્રવારે તેમના પુત્ર આશિષનો બચાવ કર્યો. તેણે કહ્યું કે મારો દીકરો ક્યાંય ગયો નથી, તે શાહપુરામાં પોતાની કોઠીમાં છે..તમને વિશ્વાસ નથી તો લખીમપુર ચાલો. જો અન્ય રાજકીય પક્ષ હોત, તો જેટલા મોટા હોદ્દા પર હુ છું તેમના પુત્ર સામે પણ FIR નોંધાઈ ન હોત. અમે આ મામલે એફઆઈઆર નોંધાવીશું અને કાર્યવાહી પણ કરીશું. મંત્રીએ આગળ કહ્યું કે જે રીતે ખેડૂતોના વેશમાં સંતાયેલા બદમાશોએ લોકોને સ્થળ પર માર માર્યો છે, જો તમે લોકોએ વીડિયો જોયો હોય તો તમે પણ માનો છો કે જો મારો દીકરો પણ ત્યાં હોત તો અત્યાર સુધીમાં તેની હત્યા થઈ ગઈ હોત.

સરકારે માંગ્યો સમય 
 
સાથે જ સરકારે થોડો સમય માંગ્યો છે અને કહ્યું છે કે તેની સુનાવણી 18 ઓક્ટોબરે કરો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તમે જે રીતે અન્ય લોકો સાથે વ્યવહાર કરો છો, તમારી સાથે તે જ રીતે વર્તવું જોઈએ. CJI એ કહ્યું કે આ કિસ્સામાં તે જોવું જરૂરી છે કે શું સંદેશ લોકો સુધી પહોંચે છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 23 ઓક્ટોબરે સુનાવણી કરશે