Jawaharlal Nehru Death Anniversary: જવાહરલાલ નેહરુના અંતિમ કેટલાક કલાક કેવા હતા, બાથરૂમમા ગયા અને ત્યા જ થયુ નિધન, જાણો સંપૂર્ણ સ્ટોરી
ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ 27 મે 1964ના રોજ નિધન થયુ હતુ. પણ નેહરુના અવસાનની આસપાસ અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા. આવામા આ જાણવુ જરૂરી છે કે તેમના અંતિમ થોડા દિવસ કેવા વીત્યા હતા ? કેમ ન્હેરુનામોતના સમાચાર કલાકો સુધી છુપાવી રાખવામાં આવ્યા અને સવાલ એ પણ ઉભો થાય છે કે શુ તેમનુ નિધન રાતના સમયે બાથરૂમમાં જ થઈ ગયુ હતુ. શુ તેમને જોનારુ કોઈ નહોતુ ? આ સવાલોનો જવાબ કુલદીપ નૈયરે પોતાના પુસ્તકમાં આપ્યો છે. આવામાં ચાલો બતાવીએ કે તેમના મોતના અંતિમ સમયે શુ થયુ હતુ ?
દેહરાદૂનથી દિલ્હી પરત ફર્યા નેહરુ
26 મે ના રોજ નેહરુ સાંજે દેહરાદૂનથી દિલ્હી પરત ફર્યા હતા. તેમની તબિયત ખરાબ હતી. તેથી તે 4 દિવસની રજા પર દેહરાદૂન આવ્યા હતા. પણ ત્યા ગયા પછી તેમની તબિયત સારી થઈ નહી. ત્યારબાદ તે 26મે ના દિવસે રોજની તુલનામાં જલ્દી સૂવા જતા રહ્યા. રાત્રે તેમની ઉંઘ અનેકવાર તૂટી તેઓ અનેક વાર ઉંઘમાંથી ઉઠ્યા. આ દરમિયાન તેમના સેવક નાથુરામ તેમને દુખાવાની દવા આપતા રહ્યા. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 1964માં નેહરુને ભુવનેશ્વરમાં હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારબાદથી નેહ રુની હાલત સુધરી શકી નહોતી અને તેમનુ રૂટીન ખૂબ જ બગડી ગયુ હતુ. આ દરમિયાન તેમને પોતાના મોટાભાગના કામકાર વિભાગ વગરના મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને આપી દીધા હતા. એવુ કહેવાય છે કે જ્યારે નેહરુ ચાલતા ત્યારે તેમના ડાબા પગમાં દુખાવાની ફરિયાગ રહેવા લાગી હતી.
હાર્ટએટેક પછીથી સ્વાસ્થ્ય હતુ ખરાબ
તેથી સ્વાસ્થ્ય કારણોને લીધે નેહરુ દેહરાદૂન રજા લઈને જતા રહ્યા હતા. ત્યારબાદ 26 મે ની રાત્રે 8 વાગે પોતાની પુત્રી ઈન્દિરા ગાંધી સાથે એક જ હેલીકોપ્ટરમાં સવાર થઈને દિલ્હી પહોચ્યા. રિપોર્ટ્સનુ માનીએ તો આ દરમિયાન નેહરુ સંપૂર્ણ રીતે થાકેલા હતા. તેમના પગ, પીઠ અને ખભામા દુખાવાની ફરિયાદ હતી. આ દરમિયાન તેમના સેવક નાથ્રૂરામ તેમને દવાઓ આપીને સૂવડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોતાના પુસ્તક બિયાંડ ધ લાઈન્સ - એન ઓટોબોયોગ્રાફીમાં કુલદીપ નૈયએ લખ્યુ, જવાહરલાલ નેહરુ નુ નિધન 27 મે1964 ની રાત્રે તેમના બાથરૂમમાં જ થઈ ગયુ હતુ. તેમના ડોક્ટર કે એલ વિગે ખાસ આદેશ આપ્યો હતો કે તેમને એકલા ન છોડવામાં આવે છતા તે બાથરૂમમાં ગયા તો તેમની પાસે કોઈ નહોતુ.
કોમામાં જઈ ચુક્યુ હતુ નેહરુનુ શરીર
પોતાના પુસ્તકમાં નૈયરે આગળ જણાવ્યુ કે ડૉક્ટર વિગે તેમને બતાવ્યુ હતુ કે બાથરૂમમાં પડવાના લગભગ1 કલાક બાત એ જ અવસ્થામાં જવાહરલાલ નેહરુ પડી રહ્યા. આ બેદરકારી હતી. લોકોને ખબર હતી કે તેઓ બીમાર છે પણ નેહરુનુ નિધન આટલુ જલ્દી થઈ જશે એ આશા કોઈને નહોતી. જોકે, નેહરુના મૃત્યુ વિશેનું સત્તાવાર નિવેદન આનાથી સંપૂર્ણપણે અલગ હતું. 27 મે, 1964 ના રોજ, ધ ગાર્ડિયન અખબારે એક સમાચાર પ્રકાશિત કર્યા. આ અહેવાલમાં જણાવાયું છે કે સવારે 6.30 વાગ્યે, નેહરુને પહેલા લકવાગ્રસ્ત હુમલો આવ્યો અને પછી હૃદયરોગનો હુમલો આવ્યો. આ પછી નેહરુ બેભાન થઈ ગયા. આ પછી તરત જ ઇન્દિરા ગાંધીએ ડોક્ટરોને બોલાવ્યા. આ પછી તરત જ, ત્રણ ડોક્ટરો ઉતાવળમાં ત્યાં પહોંચી ગયા. તેમણે નેહરુને બચાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પણ નેહરુનું શરીર કોમામાં ગયું હતું. કારણ કે નેહરુના શરીરમાંથી કોઈ પ્રતિભાવ આવી રહ્યો ન હતો. ઘણા કલાકોના પ્રયાસો પછી ડોક્ટરોએ હાર માની લીધી.
લોકસભાને સ્થગિત કરવામાં આવી
આ જ દિવસે એટલે કે 27 મે ના રોજ લોકસભાનુ સાત દિવસનુ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ હતુ. આ સમય દરમિયાન શેખ અબ્દુલ્લા કાશ્મીર મુદ્દા પરના પ્રશ્નોના જવાબ આપવાના હતા. દરમિયાન, બપોરે 2 વાગ્યે, સ્ટીલ મંત્રી કોઈમ્બતુર સુબ્રમણ્યમ રાજ્યસભામાં પ્રવેશ્યા. તેનો ચહેરો નિસ્તેજ દેખાતો હતો. તેમણે ગૃહમાં ફક્ત એક જ વાત કહી, લાઇટો બંધ થઈ ગઈ છે. આ પછી તરત જ લોકસભા સ્થગિત કરવામાં આવી અને થોડા સમય પછી ગુલઝારી લાલ નંદાને કાર્યકારી વડા પ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યા. નહેરુના મૃત્યુ અંગે વિદેશી મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે નહેરુ 8 કલાક સુધી કોમામાં રહ્યા, જોકે તેમને બચાવી શકાયા નહીં.