ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified શનિવાર, 21 મે 2022 (11:24 IST)

છત્તીસગઢના જગદલપુરના ચિત્રકોટ ધોધમાં યુવતીના આપઘાતનો લાઈવ વીડિયો

chhatisgadh
છત્તીસગઢના જગદલપુરના ચિત્રકોટ ધોધમાં એક છોકરી નીચે કૂદી પડી હતી. યુવતી કોણ છે, ક્યાંથી આવી તે હજુ જાણી શકાયું નથી. શુક્રવારે બપોરે યુવતી ધોધના મુખ પ્રદેશ પાસે પહોંચી હતી અને નીચે કૂદી પડી હતી. યુવતી પાણીના મોજામાં ક્યાંક ખોવાઈ ગઈ હતી, હવે તેને શોધવા માટે પોલીસની ટીમ સતત કામ કરી રહી છે અને CCTV ફૂટેજ તપાસી રહી છે

ચિત્રકોટ ધોધમાં  નીચે કૂદતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા ધોધની ટોચ પર પહોંચતી જોઈ શકાય છે અને થોડીવાર પછી તે નદીના પ્રવાહમાં નીચે કૂદી પડે છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો તેને રોકવા માટે બૂમો પાડતા રહ્યા.
 
 પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે બપોરે 2 વાગ્યે એક મહિલા ચિત્રકોટ ધોધની ટોચ પર પહોંચી અને તેણે છલાંગ લગાવી. અધિકારીઓએ જણાવ્યું કે ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલા 300 મીટર પહોળા ઝરણાના તે ભાગમાં ગઈ હતી જ્યાં પાણી વહેતું હતું. મહિલાએ થોડીવાર ત્યાં રાહ જોઈ અને કૂદી પડી.