શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 29 જાન્યુઆરી 2022 (20:13 IST)

VIDEOમાં ધ બર્નિંગ ટ્રક - પાલઘરમાં રસ્તા પર 4 કિલોમીટર સુધી દોડતી રહી સળગતી ટ્રક, ડ્રાઈવરને જાણ થાય ત્યા સુધી તો...

મહારાષ્ટ્રના પાલઘરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોડ પર પુરપાટ ઝડપે દોડી રહેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગ ટ્રકના પાછળના ભાગમાં શરૂ થઈ હતી અને ડ્રાઈવરને તેની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તે લગભગ 4 કિલોમીટર સુધી સળગતો રસ્તા પર દોડતો રહ્યો.
 
પાલઘર ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારાથી ભરેલી આઈશર ટ્રક (MH 04 E-L 9383) ઓછામાં ઓછા ચાર કિમી સુધી સળગતી હાલતમાં રસ્તા પર દોડી રહી હતી. આ અકસ્માત શુક્રવારે મોડી સાંજે પાલઘરના શિરસાદ ફાટા પાસે થયો હતો. સળગતી ટ્રકનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેને એક રાહદારીએ પોતાના ફોન કેમેરાથી કેદ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.