પુણેના સીરમ ઈંસ્ટીટ્યુટમાં લાગી આગ, અદાર પૂનાવાલા બોલ્યા - હાલ લોકોને કાઢવા પર ફોકસ  
                                       
                  
                  				  મહારાષ્ટ્રના પુણે સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના નવા પ્લાંટના ટર્મિનલ 1 ગેટમાં આગ લાગી છે. આગ લાગવાનુ કારણ હજુ સ્પષ્ટ થયુ નથી. અગ્નિશામક વિભાગની 15 ગાડીઓ આગ ઓલવવામાં લાગી છે.  સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા જ કોરોના વૈક્સીન કોવિશિલ્ડ બનાવી રહી છે જેનો પુરવઠો ભારત સહિત અનેક દેશોમાં જઈ રહ્યો છે. 
				  										
							
																							
									  
	 
	આગ પુણેના મંજરીમાં સ્થિત સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના નવા પ્લાંટમાં લાગી છે.  ગયા વર્ષે જ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્લાંટનુ ઉદ્ધઘાટન કર્યુ હતુ, પણ હાલ આ પ્લાંટમાં વૈક્સીનનુ ઉત્પાદન શરૂ થઈ શક્યુ નથી. 
				  
	 
	આગ કેવી રીતે લાગી  તે અંગેની માહિતી મળી નથી. ટર્મિનલમાં કેટલા લોકો ફસાયા છે તેનું પણ કારણ જાણવા મળ્યુ  નથી. દૂરથી જ પ્લોટ પર કાળા ધુમાડાના ગુબ્બાર દેખાય રહ્યા છે.  આ પાંચ માળના પ્લાન્ટમાં કોવિશિલ્ડનું ઉત્પાદન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે.