ચાઈનીઝ તુક્કલને મંગળબજારના કપડા ગોડાઉનમાં લાગી આગ

fire at ahmedabad
વડોદરા.| Last Modified શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (11:52 IST)
ગુજરાતસરકારે પર પ્રતિબંધ લગાવેલ છે છતા પણ હજુ પણ લોકો તેની ગંભીરતાને સમજતા નથી. જેનુ ઉદાહરણ ગુરૂવારે સાંજે લાગેલી આગ છે. વડોદરામાં ઉત્તરાયણની રાત્રે મંગળ બજારના એક મકાનના ત્રીજા માળે આગ લાગતા વિસ્તારના રહીશોમાં નાસભાગ મચી હતી. આગ લાગ્યા બાદ બાજુમાં ભાગે આવેલું કપડાંનું ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના મંગળ બજારમાં આવેલ એક બંધ મકાનમાં આગ લાગી હતી. ઉડીને આવેલુ ચાઈનીસ તુક્કલ મકાનમાં આવીને પડ્યું હતું. જેથી મકાનમાં આગ લાગી હતી. પરંતુ આ આગ મકાનની બાજુમાં આવેલ કપડાના ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી. આગ પ્રસરતા બાજુમાં આવેલા કપડાના ગોડાઉનમાં પણ આગ વધુ ફેલાઈ હતી. ત્યારે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આ આગ વહેલાસર કાબૂમાં ન આવી હોત તો આસપાસના દુકાનોમાં આગ ફેલાવાની શક્યતા હતી. મંગળ બજાર રજાના દિવસે સાવ ખાલી હોય છે, અહી કોઈ ખાસ અવરજવર પણ હોતી નથી. તેથી જો આગની જાણ વહેલાસર થઈ ન હોત તો મોટી માલહાનિ સર્જાઈ શકી હોત.
આ પણ વાંચો :