શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 જાન્યુઆરી 2021 (16:18 IST)

Breaking news: અમદાવાદના બારેજામાં હોસ્પિટલમાં લાગી આગ

અમદાવાદના બારેજા સ્થિત આસ્થા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હોવાથી દોડધામ મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો છે. જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આગમાં કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. 
 
મહારાષ્ટ્રમાં પણ હોસ્પિટલમાં આગ લાગતાં 10 નવજાતના મોત
મહરાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકરી હોસ્પિટલમાં શનિવારે સવારે આગ લાગતાં 10 નવજાતના મોત થયા હતા. ઘટના સિક ન્યૂબોર્ન કેર યૂનિટમાં સર્જાઇ હતી. શરૂઆતમાં ઘટના માટે હોસ્પિટલના તંત્રને જવાબદાર ગણી શકાય. વોર્ડમાં 17 બાળકો હતા. 7 બાળકો બચાવી લેવામાં આવ્યા.