શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 20 જૂન 2022 (23:56 IST)

મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ ભાજપને 4 બેઠકો મળી, મહાવિકાસ અઘાડીને લાગ્યો ઝટકો

Devendra
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની દસ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપે ચાર બેઠકો જીતી છે. બીજી તરફ શિવસેના અને એનસીપીના બે-બે ઉમેદવારો જીત્યા છે. ભાજપના પાંચ વિજેતા ઉમેદવારોમાં પ્રવીણ દારેકર, રામ શિંદે, શ્રીકાંત ભારતીય ઉમા ખાપરે અને પ્રસાદ લાડ છે. મહાવિકાસ આઘાડી ગઠબંધન માટે આ કારમી હાર માનવામાં આવે છે. કોંગ્રેસની બેઠકનું પરિણામ હજુ જાહેર થયું નથી.
 
બીજી તરફ એનસીપીના નેતા એકનાથ ખડસે અને રામરાજે નાઈક નિમ્બાલકર જીત્યા છે અને  શિવસેનાના ઉમેદવારો અમશ્ય પડવી અને સચિન અહિર પણ જીતવામાં સફળ રહ્યા હતા. અગાઉ, રિટર્નિંગ ઓફિસરે એનસીપી અને ભાજપનો એક-એક મત અમાન્ય જાહેર કર્યો હતો. બંને પક્ષોના નેતાઓએ વાંધો ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
ચૂંટણી પહેલા જ બગડી ગયુ હતુ અઘાડીનું સમીકરણ 
તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં ભાજપના પાંચ ઉમેદવારોની જીત પાર્ટી માટે મોટી વાત છે. વિધાન પરિષદની કુલ દસ બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી પાંચ ઉમેદવારો ભાજપના અને છ ઉમેદવારો મહાવિકાસ આઘાડી ગઠબંધનના હતા. પરંતુ પૂરતી સંખ્યા ન હોવા છતાં ભાજપની આ જીત અણધારી છે. બીજી તરફ મહાવિકાસ અઘાડી માટે આ ખૂબ જ કારમી હાર માનવામાં આવે છે. સાથીઓ દ્વારા સરપ્લસ વોટ એકબીજાને ટ્રાન્સફર કરવા અંગે પણ કોઈ સમજૂતી થઈ ન હતી. ત્યારે શિવસેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ પક્ષો પોતપોતાના ઉમેદવારો માટે વોટ એકત્ર કરશે. એવું પણ કહેવાયું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં હાર બાદ તેનો પાયો નાખવામાં આવ્યો હતો, જ્યારે શિવસેનાના ઉમેદવારને ત્યાં તેનો સામનો કરવો પડ્યો હતો. શિવસેનાને આશંકા છે કે કોંગ્રેસે પોતાનો મત તેને ટ્રાન્સફર નહોતો કર્યો.