સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 20 જુલાઈ 2023 (15:33 IST)

Manipur Violence - મણિપુર મહિલાઓના વીડિયો શેર કરવા મામલે મોટી કાર્યવાહી

Manipur violence

Manipur violence
Manipur Violence મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી દોડાવવાની ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે. વિપક્ષ આ મુદ્દે પ્રધાનમંત્રીની ચુપ્પી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે આ મામલામાં સામેલ મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ધરપકડ કરાયેલા યુવકનુ નામ ખુયરૂમ હૈરાદાસ છે અને તેની મણિપુરના થૉઉબલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. વીડિયોમાં લીલો શર્ટ પહેર્યો છે. હેરાડાસની ઉંમર 32 વર્ષની છે. વીડિયોથી તેની ઓળખ કરવામાં આવી છે.
 
કેન્દ્ર સરકાર વતી ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સૂચના જારી કરીને, મણિપુરી મહિલાઓના નગ્ન અવસ્થામાં ફરતી હોવાના વાયરલ વીડિયોને શેર કરવાનું બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ભારતીય કાયદાનું પાલન કરવું ફરજિયાત છે, કારણ કે મામલો હજુ તપાસ હેઠળ છે.