શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 22 માર્ચ 2018 (11:11 IST)

માયાવતીએ અખિલેશ પાસે રિટર્ન ગિફ્ટમાં માગ્યા 10 પાક્કા વોટ, જયાને થશે મુસીબત

ગોરખપુર અને ફુલપુરના લોકસભા પેટાચૂંટણીમાં એસપી કૈડિડેટને સમર્થન આપીને મોટી જીત અપાવનારી બીએસપી ચીફ માયાવતીએ હવે અખિલેશ પાસે રિટર્ન ગિફ્ટ ચોક્કર કરવા કહ્યુ છે. રાજ્યસભા ચૂંટણી માટે માયાવતીએ અખિલેશ યાદવે પોતાના કૈડિડેટ ભીમરાવ આંબેડકરના સમર્થન માટે 10 સમર્પિત ધારાસભ્યોને અલૉટ કરવા કહ્યુ છે.  માયાવતીએ અખિલેશ યાદવને સમર્પિત સમાજવાદી ધારાસભ્યોને જ વહેંચણી કરવાની વાત તેથી કહી છે જેથી તેમના 10 વોટ પાક્કા થઈ શકે અને ક્રોસ વોટિંગથી બચી શકાય. 
 
જો કે અખિલેશ યાદવ આવુ કરશે તો તેમની સામે 23 માર્ચના રોજ પોતાની પાર્ટીના ઉમેદવાર જયા બચ્ચનને જીત અપાવવી પડકારપૂર્ણ બની શકે છે.  સમાજવાદી પાર્ટી પાસે કુલ 47 ધારાસભ્ય છે.  એક રાજ્યસભા સીટ માટે 37 વોટની જરૂર છે. જો સમાજવાદી પાર્ટી તરફથી 10 પાક્કા વોટવાળા ધારાસભ્ય બીએસપીને આપી દેવામાં આવે તો તેમની પોતાની ઉમેદવાર જયા બચ્ચન વિરુદ્ધ ક્રોસ વોટિંગનો ખતરો ઉભો થશે. આ 37 ધારાસભ્યોમાં એસપીને છોડીને બીજેપીમાં જનારા સાંસદ નરેશ અગ્રવાલના પુત્ર નિતિન અગ્રવાલનો પણ સમાવેશ છે. 
 
સૂત્રો મુજબ માયાવતીએ અખિલેશ યાદવને કહ્યું છે કે, તે બસપાના ઉમેદવારને વોટ કરવા માટે સમાજવાદી પાર્ટીના એવા ધારાસભ્યોની ફાળવણી કરે, જે ભાજપના પક્ષમાં ક્રોસ વોટિંગ ન કરી શકે. ગોરખપુર અને ફુલપુરમાં એસપીના ઉમેદવારને જીત અપાવ્યા બાદ માયાવતીએ આ માંગણી કરી છે. આમ ઉત્તર પ્રદેશમાં કુલ 10 બેઠકોમાંથી એક બેઠક પરનો જંગ ભારે રસપ્રદ બન્યો છે. રાજ્યમાં 8 બેઠકો પર પોતાની જીત સુનિશ્ચિત કરી ચુકેલી બીજેપીએ નવમી બેઠક પર પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારી તમામ પાર્ટીઓના સમીકરણ ચકનાચૂર કરી દીધા છે.