- શિક્ષાવિદોએ વિદ્યાર્થીઓ વચ્ચે સમાનતા, રચનાત્મકતા, ઉદ્યમિતા અને નૈતિક નેતૃત્વની ભાવના વિકસિત કરવી જોઈએ અને તે વિદ્યાર્થીઓના આદર્શ બને.
- આકાશની તરફ જુઓ. આપણે એકલા નથી. સમગ્ર બ્રહ્માંડ આપણુ મિત્ર છે અન તે તેમને સર્વોત્તમ આપે છે જે સપનુ જુએ છે મહેનત કરે છે.
- જો કોઈ દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો છે. સુંદર મસ્તિષ્કોવાળો દેશ બનવુ છે તો મારો વિચાર છે કે સમાજના ત્રણ સભ્યોની તેમા ખૂબ મુખ્ય ભૂમિકા છે. આ ત્રણ લોકો છે પિતા.. માતા અને શિક્ષક.
- મારો સંદેશ ખાસ કરીને યુવા લોકો માટે છે કે તેઓ જુદી રીતે વિચારવાની હિમંત બતાવે. આવિષ્કાર કરવાનુ સાહસ બતાવે. અજાણ્યા રસ્તા પર મુસાફરી કરે. અશક્ય લાગનારી વસ્તુઓને શોધે અને સમસ્યાઓ પર વિજય મેળવતા સફળતા મેળવે. આ એ મહાન ગુણ છે જેમને મેળવવાની દિશામાં તેમણે કામ કરવાનુ છે. યુવાઓ માટે મારો આ જ સંદેશ છે.